Western Times News

Gujarati News

તાપી જિલ્લાના “આપદા મિત્રો” ને રાહત બચાવ કામગીરી માટે લાઈફ જેકેટ અપાયા

વ્યારા: ગુજરાત સરકારના રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા “આપદા મિત્રો”પ્રોજેકટ અમલ હેઠળ છે. કોઈ પણ પ્રકારની આપત્તિ સામે ત્વરીત બચાવ અને રાહત કામગીરી માટે“આપદા રિસ્પોન્સ ફોર્સ”ના આ મિત્રો પ્રજાજનોના જાનમાલની બચાવ કામગીરી હાથ ધરી શકે તે માટેતેમને  તાલીમબદ્ધ કરવામાં આવે છે.

શોધ અને બચાવ સાથે પ્રાથમિક સારવાર અંગેની વિસ્તૃત તાલીમ પ્રાપ્ત “આપદા મિત્રો”ને તેમની કામગીરીમાં ઉપયોગી થઈ શકે તે માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપનસત્તામંડળ દ્વારા ફાળવેલ લાઇફ જેકેટ તાપી કલેક્ટરશ્રી આર.જે.હાલાણી દ્વારા આજે તેમને આપવામાંઆવ્યા છે.

તાપી જીલ્લામાં જુદા જુદા તાલુકાઓમાથી કુલ-80 જેટલા ચુનંદા યુવકોની “આપદા મિત્રો” તરીકે પસંદગીકરવામાં આવી છે. જેમને રાજ્ય સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા 14 દિવસની સઘનતાલીમ આપવામાં આવી છે. આ “આપદા મિત્રો” જીલ્લામાં વિવિધ આપદાઓ સમયે જિલ્લા વહીવટીતંત્રની સાથે રહી, તેમની ફરજ અદા કરશે.

તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ તાલુકાનાં “આપદા મિત્રો”ને જિલ્લા કલેકટરશ્રીઆર.જે.હાલાણીના હસ્તે લાઈફ જેકેટ અપાયા તે વેળા, પોલીસ અધિક્ષકશ્રી એન.એન.ચૌધરી, નિવાસી

અધિક કલેક્ટરશ્રી બી.બી.વહોનિયા, પ્રાંત અધિકારીશ્રી હિતેશ જોશી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમસહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરશ્રી હાલાણીએ “આપદા મિત્રો”ને પ્રજાના જાનમાલની રક્ષા કરવાની તેમણે મળેલી જવાબદારીનિષ્ઠાપૂર્વક અદા કરવા અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.