Western Times News

Gujarati News

તાપી નદીના કિનારેથી મૃત માછલીઓ અને સાપ મળ્યા

સુરત, સોમવારે સવારે તાપી નદી પરના નર્મદા સરોવરના કિનારેથી મૃત માછલીઓ અને સાપ મળી આવતા શહેરના સરથાણા વિસ્તારના લોકો આઘાત પામી ગયા હતા. નદીનું પાણી તેમના માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હોવાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને તેમણે આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરી હતી. તાપી નદી પર વિયર-કમ-કોઝવેના કારણે બનેલા જળાશયનું નામ નર્મદા સરોવર છે. ઉકાઈ જળાશયમાંથી નિયમિત પાણી છોડવાના કારણે સમગ્ર વર્ષ દરમિયાન નદી કાંઠે પાણી વહેતુ રહે છે. હાલમાં, કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદના કારણે, આ વિસ્તારમાં તળાવની રચના થઈ હતી, જેનું જળસ્તર ૬ મીટર સુધી ગયું હતું. નદીના કિનારે મૃત માછલીઓ અને સાપ મળી આવ્યાના જેવા સમાચાર મળ્યા કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા.

આરોગ્ય વિભાગની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી અને પાણીના સેમ્પલ લીધા હતા. ફિશરીઝ અથવા જીપીસીબી જેવા સંબંધિત વિભાગો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ સુરત મહાનગરપાલિકાની ટીમ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે’, તેમ એસએમસીના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. જાે આગામી કેટલાક દિવસોમાં વધુ માછલીઓ મૃત હાલતમાંથી મળી આવી તો અમે અન્ય વિભાગની મદદથી તપાસ શરૂ કરીશું’, તેમ અધિકારીએ ઉમેર્યું હતું. ભૂતકાળમાં, ડુમસના દરિયાકિનારેથી સેંકડો સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી. મરિન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, પાણીમાં ભળેલા ઓક્સિજનમાં ઘટાડો થવાના કારણે કેટલીક વખત માછલીઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.