તાપ્સી હાલની સૌથી વ્યસ્ત સ્ટાર પૈકીની એક તરીકે છે
મુંબઇ, હજુ સુધી તાપ્સી પન્નુની મોટા ભાગની ફિલ્મો બોલિવુડમાં સુપરહિટ રહી છે. પિંક અને નામ શબાનામાં શાનદાર ભૂમિકા અદા કર્યા બાદ તાપ્સીની ચર્ચા બોલિવુડમાં જાવા મળે છે. તેની પાસે શાનદાર અને મોટી ફિલ્મો આવી રહી છે. પોતાની વાત સ્પષ્ટરીતે રજૂ કરવામાં વિશ્વાસ ધરાવનાર તાપ્સી માને છે કે બોલિવુડામાં કોઇ પણ અભિનેત્રી માટે ત્રણેય ખાન સાથે કામ કરવુ જરૂરી છે. મિડિયા સાથે વાત કરતા તાપ્સીએ કહ્યુ છે કે એવા કલાકારો સાથે કામ કરવાની જરૂર હોય છે તે અભિનેતા એ અભિનેત્રીઓની માર્કેટ વેલ્યુ વધારે હોય છે. આમાં બોલિવુડના ત્રણ ખાનનો પણ સમાવેશ થાય છે. તેમની માસ અપીલ હોય છે. જેથી નવા કલાકારો પણ ચમકી જાય છે.
સલમાન ખાન સાથે પોતાની મુલાકાત અંગે વાત કરતા તાપ્સીએ કહ્યુ છે કે ફિલ્મના ગીતના શુટિંગ વેળા તે સલમાનને મળી હતી. તાપ્સીને બોલિવુડની ઉભરતી અભિનેત્રી તરીકે ગણવામાં આવે છે. છતાં પણ તે મોટા સ્ટાર સાથે કામ કરવામાં ભય અનુભવ કરે છે. અમિતાભ બચ્ચનની સાથે તાપ્સીએ શાનદાર ભૂમિકા અદા કરી હતી. પિન્ક ફિલ્મની ચારે બાજુ પ્રશંસા થઇ હતી. ડેવિડ ધવનના નિર્દેશનમાં જુડવા-૨ ફિલ્મમાં તે રજૂ થઇ હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડથી વધારેની કમાણી કરી ગઇ હતી.
તાપ્સી હાલમાં બે ફિલ્મોમાં નજરે પડી ચુકી છે. જેમાં મિશન મંગળ અને સાંડ કી આંખ ફિલ્મનો સમાવેશ થાય છે. બંને ફિલ્મ સફળ થઇ નથી. જા કે તેની એક્ટિંગ કુશળતાની નોંધ લેવામાં આવી છે. તાપ્સી મંગળ મિશન ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને અન્યો સાથે દેખાઇ હતી. તાપ્સી સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક તરીકે બનેલી છે.