તામિલનાડુમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ડીએમકેની મોટી જીત
ચેન્નાઇ, તામિલનાડુમાં ૧૧ વર્ષ પછી યોજાયેલી નાગરિક ચૂંટણીમાં શાસક પક્ષ ડીએમકેને પ્રચંડ જીત મળી છે. ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશનમાં પણ ડીએમકેને પોતાના દમ પર બહુમતી મળી છે. ૨૦૦ વોર્ડ ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશનમાં ડીએમકેએ અત્યાર સુધીમાં ૧૪૬ જીત મેળવી છે.
એઆઇએડીએમકે ૧૬, કોંગ્રેસ ૧૩ પર જીતી છે. ભાજપ પણ એક વોર્ડમાં જીતવામાં સફળ રહ્યું છે. એ જ રીતે, ડીએમકે ગઠબંધન ચેન્નાઈમાં વેલ્લોરના ૬૦ વોર્ડમાંથી ૪૫ જીત્યું છે. એઆઇએડીએમકે માત્ર સાત વોર્ડમાં જીત નોંધાવી શકી.
૧૯ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં ૬૦.૭૦ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૧ કોર્પોરેશનોમાં જ્યાં ચૂંટણી યોજાઈ હતી, ચેન્નાઈમાં સૌથી ઓછું ૪૩.૫૯ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે કરુરમાં સૌથી વધુ ૭૫.૮૪ ટકા મતદાન થયું હતું.
આ ચૂંટણીઓ ૬૪૯ શહેરી સંસ્થાઓ અને ૪૯૦ શહેરી પંચાયતો, ૧૩૮ નગરપાલિકાઓ, ૨૧ કોર્પોરેશનોમાં ૧૨ હજાર ૮૩૮ પદો માટે યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં કુલ ૭૪,૪૧૬ ઉમેદવારો મેદાનમાં હતા. નગરપાલિકાની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થયા હતા. ૨૬૮ મતદાન મથકો પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી.HS