તામિલનાડુમાં ૬ આતંકીઓ ઘુસ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વિશ્વના ચીન સિવાય બધા જ દેશો પાકીસ્તાનને ફટકાર આપી છે. અમેરીકાના પ્રેસિડેન્ટ ટ્મ્પે પણ સખ્ત શબ્દોમાં પાકિસ્તાની સરકાર આંતકીઓ ઉપર રાક લગાવે એવું ભાર પૂર્વક જણાવ્યુ છે કે છતાં હાર્યો જુગારી બમણું રમે એ ઉÂક્તની જેમ વિશ્વના દેશોમાંથી ફટકાર મર્ળ્યા બાદ પાકિસ્તાની સરકાર ભારત પર બદલો લેવા અનેક તરકીબો કરી રહ્યુ છે. આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરે તે માટે આયોજન કરી રહ્યુ છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુપ્તચર સંસ્થાને જે ઈનપુટ મળ્યા છે તે મુજબ છ જેટલા આતંકવાદીઓએ હિંદુ વેશ ધારણ કર્યો હોવાનું જાણવા મળે છે. આ છ આતંકવાદીઓ કોલંબોથી સમુદ્રકિનારે તામિલનાડુંમાં ઘુસ્યા હોવાનું માનવામાં આવે છે. ૧ પાકિસ્તાની સહિત અન્ય પાંચ શ્રીલંકન હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાની આતંકીઓનું નામ છે ઈલિયાસ અનવર.
છ જેટલા આતંકવાદીઓ દરિયા વાટે ઘુસ્યા હોવાના મળેલી ઈનપુટ બાદ તામિલનાડુંમાં હાઈએલર્ટ જાહેર કરાયુ છે. સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. તથા નાકાબંધી કરી વાહનોનુંં સઘન ચેકીંગ પણ સ્થાનિક પોલીસના સહકારથી લશ્કરના જવાનોએ શરૂ કર્યુ છે.