તારક મહેતાના અય્યર રિયલ લાઈફમાં હજી પણ કુંવારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Iyer1-1024x768.jpg)
અય્યરનું કહેવું છે કે શોમાં પોપટલાલને છોકરી મળતી નથી જ્યારે હું તો રિયલ લાઈફમાં અપરણિત છું
મુંબઈ: લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તનુજ મહાશબ્દે બબીતાજીના પતિ ‘અય્યર’ની ભૂમિકા નિભાવે છે અને તે ઘણો પ્રખ્યાત પણ છે. ટીવી પર ભલે તે દક્ષિણ ભારતીયનું પાત્ર ભજવે પરંતુ રિયલ લાઈફમાં તે મધ્યપ્રદેશના છે. એટલું જ નહીં તારક મહેતા શોમાં તે બબીતાજીના પતિનો રોલ કરે છે પરંતુ રિયલ લાઈફમાં તનુજને હજુ તેની ‘બબીતા’ મળી નથી એટલે કે તેઓ અપરિણીત છે. અય્યરનું અસલી નામ તનુજ મહાશબ્દે છે. તે મધ્ય પ્રદેશના દેવાસના વતની છે.
તેમનો જન્મ ૧૯૮૦માં થયો હતો. અભિનેતા સિવાય તે લેખક પણ છે. તેમણે આ દુનિયા રંગીન સાથે પ્રારંભ કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં તનુજે શો તારક મહેતાની એન્ટ્રી, પડકારો અને અનુભવ વિશે વાત કરી હતી. તેણે કહ્યું પડકાર ખૂબ મોટો હતો. એકદમ ડરી ગયો હતો કેમ કે હું મરાઠી સંસ્કૃતિનો હતો. મારે તમિળ કલ્ચર મુજબનું પાત્ર ભજવવાનું હતું.
અસિત ભાઈએ મને આ માટેની ઘણી તૈયારીઓ કરવાનું કહ્યું. કેવી રીતે લુંગી પહેરવી? કેવી રીતે ગુસ્સે થવું? કેવી રીતે હસો છો વગેરે વગેરે. તેમણે આગળ કહ્યું મને લાગે છે કે મારો રંગ મને સાથ આપી રહ્યો હતો. બાકી મારી પાસે કશું જ નહોતું. મેં બધુ વિકસિત કર્યું છે. હું ઘરે ગયા પછી અયૈરની ભૂમિકામાં નથી જીવતો.” લગ્નના મામલે તેમણે કહ્યું હતું કે ‘પોપટલાલનાં લગ્ન શોમાં નથી થયા
જ્યારે હું વાસ્તવિક જીવનમાં અપરણિત છું. લાઈફ પાર્ટરન કેવી જાેઈએ તેના પર તેમણે કહ્યું સુંદર કંઈ નથી. પ્રકૃતિ સુંદર છે. તમારું મન સુંદર છે તમે કોઈ વ્યક્તિ સાથે કેટલું કનેક્ટ કરી શકો છો. એક વ્યક્તિ એક સ્ત્રી સાથે તેના દિમાગથી કેટલું જાેડાશો, તે તેના પર ર્નિભર છે. આપણે જીવનની સફર નક્કી કરવાની છે એટલા માટે બેલેન્સ હોવું જરૂરી છે.