તારક મહેતાના બબિતાજીએ જાતે ડિઝાઈન કર્યું છે નવું ઘર
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ મુનમુન દત્તા ઉર્ફે બબીતાએ દિવાળી પહેલા જ મુંબઈમાં સપનાનું ઘર ખરીદ્યું છે. તેણે તેની યુટ્યુબ ચેનલ પર નવા ઘરની ઝલક દેખાડી છે. જેની જાેઈને ચોક્કસથી કહી શકાય કે, એક્ટ્રેસે ખૂબ જ પ્રેમ અને મહેનતથી ઘરને સજાવ્યું છે.
આ વીડિયોમાં એક્ટ્રેસે તેવો ખુલાસો પણ કર્યો કે, ખૂબ વિચાર્યા બાદ તેણે ફેન્સને હાઉસ ટુર કરાવવાનું નક્કી કર્યું હતું. મુનમુન દત્તાએ કહ્યું, આખા ઘરને તેણે ડિઝાઈન કર્યું છે અને દરેક ખૂણો તેની પર્સનાલિટીનું પ્રતિબિંબ દર્શાવે છે. તે તેની મમ્મી અને બે પેટ- કુકી અને માઉ સાથે રહે છે. લિવિંગ રૂમની વાત કરીએ તો, ત્યાં સફેદ કલરના સોફા, આર્ટ ફ્રેમ, મોટું ટીવી કેબિનેટ અને શૅન્ડલિયર જાેઈ શકાય છે. એક્ટ્રેસના ઘરમાં મ્યૂટેડ કલર જાેવા મળી રહ્યા છે.
તેણે કહ્યું તમને સફેદ, ગ્રેની સાથે ગોલ્ડ તેમજ રોઝ ગોલ્ડનું મિશ્રણ જાેવા મળશે. મુનમુને સીટિંગ અરેન્જમેન્ટ ઘણું મોટું રાખ્યું છે. આ સિવાય લિવિંગ એરિયામાં હાથવણાટની કાર્પેટ પણ જાેઈ શકાય છે. મુનમુન દત્તાએ ડાઈનિંગ ટેબલ બનાવવામાં ખાસ ધ્યાન આપ્યું છે. તે પથ્થર લઈ આવી હતી અને તેને ડિઝાઈન કરાવીને ટેબલ બનાવડાવ્યું છે. ટેબલના ફરતે ગોલ્ડન ફ્રેમ પણ જાેવા મળી રહી છે. ઘરની દિવાલ પર ઘણા પેઈન્ટિંગ અને આર્ટ વર્કની ફ્રેમ છે.
એક્ટ્રેસે ખુલાસો કર્યો કે, તે પહેલાથી જ દિવાલ પર આર્ટ વર્ક લગાવવા ઈચ્છતી હતી. જ્યારે મુનમુન દત્તાએ નવું ઘર ખરીદ્યું ત્યારે જ તેણે તે કિચન મોટું રાખવાનું નક્કી કર્યું હતું. તેમાં ગ્રે અને બ્લેક કલરનું કોમ્બિનેશન જાેવા મળી રહ્યું છે. મુનમુને રસોડામાં નાના છોડ લગાવીને તેને થોડું ગ્રીન બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક્ટ્રેસે તેના મમ્મીના રૂમને ગેસ્ટ રૂમ ગણાવ્યો છે, કારણ કે તેણે ખુલાસો કર્યો કે તેના મમ્મી મહેમાનની જેમ વર્તન કરે છે.
રૂમમાં ડિઝાઈનવાળું સુંદર વોલપેપર લગાવ્યું છે. આ સિવાય ગ્રીન કલરના પડદા લગાવેલા છે તો પીળા કલરની નાની ખુરશી ધ્યાન ખેંચે તેવી છે. માસ્ટર બેડરૂમમાં એક્ટ્રેસે મોટું પેઈન્ટિંગ લગાવ્યું છે. બેડ પર લિનની સફેદ કલરની ચાદર પાથરેલી છે અને પડદા માટે એકદમ અલગ કલર પસંદ કર્યો છે.
ઘરમાં તમને મોટા અરીસા, કાચનો શૅન્ડલિયરમાં પણ દેખાશે. ઘરની બાલ્કની મુનમુન દત્તાનો ફેવરિટ ખૂણો છે. ત્યાં પણ તેણે કલરફુલ શૅન્ડલિયર લગાવ્યું છે. જે એક્ટ્રેસ તુર્કીથી લાવી હતી. વીડિયોમાં એક્ટ્રેસે કહ્યું છે ‘આ મારા હાર્ડ વર્કનું પરિણામ છે અને તેના કારણે જ અહીંયા સુધી પહોંચી છું. મને મારા પર ગર્વ છે.SSS