તારક મહેતાની અભિનેત્રી પ્રિયા પાવરી ટ્રેન્ડમાં જાેડાઈ
મુંબઇ: પાવરી હો રહી હૈ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં લોકો માટે આ વાક્ય જરાય નવું નથી. પાકિસ્તાની યુવતી દાનાનીરના એક વિડીયો બાદ લોકો ‘પાવરી’નું પોતાનું જ વર્ઝન શેર કરી રહ્યા છે. બોલિવુડ અને ટેલિવુડ સેલિબ્રિટીઝ પણ આમાંથી બાકાત નથી. ત્યારે હવે સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રિટા રિપોર્ટર એટલે કે એક્ટ્રેસ પ્રિયા આહુજા પતિ માલવ અને ગોલી સાથે આ ટ્રેન્ડમાં જાેડાઈ છે.
તારક મહેતા સીરિયલના ડાયરેક્ટર અને પ્રિયાના પતિ માલવ રાજદાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ‘પાવરી’નો વિડીયો શેર કર્યો છે. જેમાં તેની સાથે પ્રિયા અને ગોલી એટલે કે એક્ટર કુશ શાહ છે. વિડીયોમાં માલવ કહે છે, આ અમે છીએ. પછી પ્રિયા કહે છે- આ અમારું ઘર છે. ત્યાં જ કુશ આવીને કહે છે અહીં પાર્ટી-બાર્ટી કંઈ નથી ચાલતું તમારી ખાલી ઈએમઆઈ ચાલી રહી છે.
જે બાદ કુશ પાવરી હો રહી હૈનું ગીત વગાડે છે અને ડાન્સ કરે છે જ્યારે પ્રિયા અને માલવ નિરાશા સાથે માથું ઝૂકાવી લે છે. આ વિડીયો શેર કરતાં માલવે લખ્યું, “મુંબઈમાં ઘર લેવાનું કટુ સત્ય. માલવ, પ્રિયા અને કુશનું આ ‘પાવરી’ વર્ઝન ફેન્સની સાથે તારક મહેતાના કલાકારોને પણ પસંદ આવી રહ્યું છે. માલવની પોસ્ટ સીરિયલમાં સોનુનો રોલ કરી ચૂકેલી એક્ટ્રેસ ઝીલ મહેતા અને હાલ સોનુનો રોલ કરી રહેલી એક્ટ્રેસ પલક સિદ્ધવાનીએ. આ ઈમોજી સાથે કોમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું આ બેસ્ટ છે.
તો અન્ય એક યૂઝરે લખ્યું ગોલી બેટા, મસ્તી નહીં. એક યૂઝરે લખ્યું, સર, તમે ખૂબ ફની છો. માલવ રાજદા સોશિયલ મીડિયા પર ખાસ્સો એક્ટિવ રહે છે ત્યારે તેની પોસ્ટમાં આ મુજબ તેનો મજાકિયો અંદાજ પણ જાેવા મળે છે. થોડા દિવસ પહેલા માલવે એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તે ફ્રીજમાંથી પાણી પીને બોટલ પાછી મૂકે છે પછી ફ્રીજનો દરવાજાે બંધ કરવા જાય છે પણ થતો નથી.