તારક મહેતાની અસલી પત્નીની આગળ અંજલી ભાભી ફેઈલ

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ટીવી શો છે જે ચાહકોને ખૂબ જ ગમે છે. શોમાં દેખાતા દરેક કલાકારની રીલ લાઈફ વિશે તો લોકો જાણે છે, પરંતુ તેમની રિયલ લાઈફ વિશે બહુ ઓછા લોકો જાણે છે. શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાની પત્ની શોમાં ‘અંજલિ મહેતા’ એટલે કે ‘અંજલિ ભાભી’ છે, પરંતુ શું તમે તેમની અસલી પત્ની વિશે જાણો છો, જેની સામે માત્ર ‘અંજલિ ભાભી’ જ નહી.
પરંતુ પતિ દેવને પણ ટક્કર આપે તેવા છે. દીકરી પણ ખુબ ટેલેન્ડેડ છે. તારક મહેતાનું પાત્ર ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાના પણ મોટી સંખ્યામાં ચાહકો છે. પરંતુ શું તમે જાણો છો કે શૈલેષ લોઢાની અસલી પત્ની ભલે ટીવી સ્ક્રીનથી દૂર હોય, પરંતુ તે ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી પણ છે.
શૈલેષ લોઢાની રિયલ લાઈફ પત્નીનું નામ સ્વાતિ લોઢા છે. સ્વાતિ લાઈમલાઈટથી દૂર રહે છે. સ્વાતિએ મેનેજમેન્ટમાં પીએચડી કર્યું છે. એટલું જ નહીં, તેણીએ અત્યાર સુધી ઘણા પુસ્તકો પણ લખ્યા છે અને સામાજિક કાર્યોમાં પણ સક્રિયપણે ભાગ લે છે.
શૈલેષને તેની પત્ની સ્વાતિએ એક પુસ્તક લખવામાં પણ મદદ કરી હતી, જે એક સ્વ-સહાય પર લખાયેલું છે. બંનેને એક પુત્રી છે, જેનું નામ સ્વરા રાખ્યું છે,. સ્વરાને પણ લખવાનો શોખ છે. સ્વાતિએ તેની પુત્રી સ્વરાને વાર્તાનું પુસ્તક લખવામાં પણ ઘણી મદદ કરી હતી. તે પુસ્તકનું નામ છે ૫૪ ઇીટ્ઠર્જહજ ઉરઅ ઁટ્ઠિીહં’જ જીેષ્ઠા છે. રમૂજી અને વ્યંગાત્મક કવિતાઓથી કવિ તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર શૈલેષ લોઢાએ અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે, જેમાંથી એક ‘દિલજલે કા ફેસબુક સ્ટેટસ’ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.SSS