તારક મહેતાની સૌથી પહેલી સોનુ સ્ટાઈલિશ થઈ ગઈ
મુંબઈ: સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી પહેલા આત્મારામ ભીડે અને માધવી ભીડેની દીકરી સોનુનો રોલ કરનારી એક્ટ્રેસ ઝીલ મહેતા હવે મોટી થઈ ગઈ છે. ટપ્પુ સેનાની સૌથી હોંશિયાર મેમ્બર સોનુ એટલે કે ઝીલ મહેતા હાલ ૨૩ વર્ષની છે. ટીવીમાં તમે જાેયેલી નાનકડી ઝીલ હવે સ્ટાઈલિશ અને આત્મવિશ્વાસથી છલોછલ યુવતી બની ગઈ છે.
તેની હાલની તસવીરો ચોક્કસ નવાઈ પમાડશે. ઝીલ મહેતા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે અને પોતાની વિવિધ તસવીરો શેર કરતી રહે છે. હાલ શોબિઝથી દૂર ઝીલ ટ્રાવેલિંગનો શોખ ધરાવે છે અને તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ આ વાતની ચાડી ખાય છે. ટ્રાવેલર હોવાની સાથે ઝીલ ખૂબ જ સ્ટાઈલિશ પણ છે. વેસ્ટર્ન આઉટફિટ હોય કે સાડી ઝીલ દરેક આઉટફિટમાં સુંદર લાગે છે. ઝીલે પોતાના અભ્યાસ પર ધ્યાન કેંદ્રિત કરવા માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. આ શો સાથે ઝીલ ૨૦૦૮થી ૨૦૧૨ સુધી જાેડાયેલી રહી હતી. ઝીલ પાસે બીબીએની ડિગ્રી છે
તેણે બોર્ડની એક્ઝામમાં પણ સારા ગુણ મેળવ્યા હતા. મુંબઈમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી ઝીલ હાલ તો મનોરંજન ઈન્ડસ્ટ્રીથી દૂર છે. સોનુ ભીડે તરીકે તેણે ખાસ્સા વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતું અને એક્ટિંગથી સૌના દિલ જીત્યા હતા. હાલ તો ઝીલ પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે. જીલ પોતાના મમ્મી લતા મહેતા સાથે મળીને બ્યૂટી પાર્લર ચલાવે છે. પોતાના ક્લાયન્ટને કરેલા મેકઅપ અને હેરસ્ટાઈલની વિવિધ તસવીરો તે સોશિયલ મીડિયા પર શેર પણ કરતી રહે છે.
જણાવી દઈએ કે, ઝીલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યા પછી નિધિ ભાનુશાળી તેના સ્થાને સોનુ આત્મારામ ભીડેના રોલમાં જાેવા મળી હતી. જાેકે, ૨૦૧૯ સુધી નિધિએ આ સીરિયલમાં કામ કર્યું અને પછી ઉચ્ચ અભ્યાસ માટે શો છોડી દીધો. ઝીલ અને નિધિએ આ સીરિયલ છોડ્યા બાદ હાલ પલક સિદ્ધવાની સોનુનું પાત્ર ભજવી રહી છે.