તારક મહેતા ઉલ્ટા ચશ્માના ગોલીને કોરોના થયો
મુંબઈ: જાણીતા ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પરથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ‘તારક મહેતામાં ગોલીનું પાત્ર ભજવનાર એક્ટર કુશ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ‘તારક મહેતામાં ડૉક્ટર હંસરાજ હાથીના પુત્ર ગોલીનું પાત્ર ભજવનાર એક્ટર કુશ શાહ શૂટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશો અનુસાર, શૂટિંગના સમયે ઉપસ્થિત તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સના કોરોના ટેસ્ટ થવાના હતા. તેવામાં તારીખ ૯ એપ્રિલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો અને ક્રૂ સહિત ૧૧૦થી વધુ લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાયો હતો. જેમાં કુશ શાહ ઉર્ફે ગોલી અને અન્ય ૩ ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીએ હાલમાં એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી છે.
તેમણે જણાવ્યું કે અમે શૂટિંગ દરમિયાન સાવચેતી રાખીએ છીએ. જાે કોઈ થોડું પણ બીમાર જણાય તો અમે તેને શૂટિંગ પર આવવાનું નથી કહેતા. કુશ શાહ કે જે ગોલીનું પાત્ર ભજવે છે તે કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય ક્રૂ મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. પરંતુ, મુખ્ય કલાકારોમાં કોઈનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓની મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે અને તેઓ હોમ ક્વોરન્ટિન છે.