Western Times News

Gujarati News

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી પ્રિયા આહુજા (રીટા રીપોર્ટર) કોરોના પોઝિટિવ

મુંબઈ,  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી પ્રિયા આહૂજા(રીટા રીપોર્ટર) કોરોના પોઝિટિવ આવી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે જણાવ્યું છે. સાથે જે તેણે પોતાની એક તસવીર પણ ફેન્સની સાથે શેર કરી છે. પ્રિયાએ લખ્યું કે, ‘એ જણાવવી મારી ફરજ છે કે હું કોરોના પોઝિટિવ આવી છું. હું એસિમ્ટોમેટિક છું અને સારું કરી રહી છું. હું ડૉક્ટર્સ અને બીએમસીના તમામ રૂલ્સને ફોલો કરી રહી છું. હું હૉમ ક્વોરન્ટાઇન છું. જે છેલ્લા 2-3 દિવસમાં કોઈ પણ મારા ટચમાં આવ્યું હોય તો પોતાનો ટેસ્ટ કરાવી લે.’

તેણે લખ્યું કે, ‘જ્યારે આ વાયરસની ખબર પડી ત્યારે હું શૂટિંગ નહોતી કરી રહી અને ઘરે હતી. પોતાને સુરક્ષિત રાખો અને માસ્ક પહેરવાનું ના ભૂલતા. આને હળવાશમાં ના લો. મને અને મારા બાળકોને તમારી પ્રાર્થનામાં રાખશો.’ પ્રિયાની આ પોસ્ટ પર તારક મહેતાના તેના કો-સ્ટાર્સે તેના જલદી ઠીક થવાની કામના કરી છે. દિલીપ જોશી, ઝીલ મહેતા, સમય શાહે પોસ્ટ કરી. પ્રિયાના પતિ અને તારક મહેતાના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ પોસ્ટ પર કૉમેન્ટ કરી છે.

પ્રિયા એક દીકરાની માતા છે. 27 નવેમ્બર 2019ના તેમના દીકરાએ જન્મ લીધો. તે ઘણીવાર પોતાના દીકરાની તસવીરો શેર કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું કેરેટ્કર પ્લે કરી રહી છે. જોકે લાંબા સમયથી તે શોમાંથી ગાયબ છે. બસ કેટલાક સમય પહેલા એક એપિસોડમાં તેની ઝલક જરૂર દેખાડવામાં આવી હતી. શોમાં તેને ઘણી જ પસંદ કરવામાં આવે છે. શોની શરૂઆતમાં તે ઘણી નજર આવતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.