તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બાકીની ટીમ ગુજરાત આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/tmk.jpeg)
મિશન કાલા કૌઆ માટે અગાઉ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના અમુક સભ્યો ગુજરાત આવ્યા હતા
મુંબઈ: સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ હાલ સેલવાસના એક રિસોર્ટમાં ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યા બાદ લોકડાઉન લગાવાયું હતું અને ત્યારબાદ ફિલ્મો-સીરિયલોના મુંબઈમાં ચાલતા શૂટિંગ બંધ થયા હતા. પરિણામે સીરિયલના પ્રોડ્યુસરો ગુજરાત, હૈદરાબાદ અને ગોવા જેવા સ્થળોની પસંદગી શૂટિંગ માટે કરી હતી. ત્યારે તારક મહેતાની ટીમ ગુજરાત આવી હતી.
જાેકે, શોના અમુક જ કલાકારો અહીં આવ્યા હતા. મિશન કાલા કૌઆના એપિસોડ માટે પોપટલાલ, જેઠાલાલ, ચંપકચાચા, બાઘા, ઈન્સ્પેક્ટર ચાલુ પાંડે, ડૉ. હાથી, ભીડે જેવા શોના નિયમિત પાત્રો જ ગુજરાત આવ્યા હતા. જાેકે, હવે લાગી રહ્યું છે કે, શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ ટપ્પુ સેના સહિત શોના બાકીના પાત્રોને પણ રિસોર્ટમાં બોલાવી લીધા છે. સીરિયલમાં સોનુનો રોલ કરતી એક્ટ્રેસ પલક સિદ્ધવાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
ત્યારે હાલમાં જ તેણે અંજલીનો રોલ કરતી એક્ટ્રેસ સુનૈના ફોજદાર, કોમલ હાથીનો રોલ કરતી એક્ટ્રેસ અંબિકા રંજનકર, સમય શાહ (ગોગી), કુશ શાહ (ગોલી) અને અઝહર શેખ (પિંકુ) સાથે પલકે એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં જાેઈ શકો છો કે, સુનૈના, સમય, કુશ, અઝહર, અંબિકા અને પલક ઓ હો હો ગીત પર ડાન્સ કરી રહ્યા છે. પહેલા આ તમામ રિસોર્ટના રૂમના અલગ અલગ ભાગમાં ડાન્સ કરે છે
પછી સાથે આવીને ડાન્સ કરતાં જાેવા મળે છે. આ ઈન્સ્ટાગ્રામ રીલ શેર કરતાં પલકે લખ્યું, ખુશ ચહેરા- જ્યારે તમે સાંભળો કે લોકડાઉન ખુલવાની સંભાવના છે. આ વિડીયો પર રોશનભાભીનો રોલ કરતી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે કોમેન્ટ કરતાં લખ્યું છે, તમને સૌને મિસ કરું છું. પલક સિદ્ધવાની અને સુનૈના ફોજદાર વચ્ચે સારું બોન્ડિંગ છે.
પલક અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર સુનૈના સાથેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. આ રિસોર્ટમાં આવ્યા બાદ પલકે અગાઉ પણ એક વિડીયો સુનૈના સાથે શેર કર્યો હતો. જેમાં પલક મેકઅપ કરતી જાેવા મળે છે ત્યારે સુનૈના તેને હાથમાં કપડું પકડાવી દે છે જેથી સાફ-સફાઈ કરી શકે. ફેન્સને તેમનો આ વિડીયો પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. પલકે આ વિડીયો શેર કરતાં લખ્યું હતું, “શું કરું કહો?