Western Times News

Gujarati News

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ દમણમાં પૂરું થયું

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલનું શૂટિંગ છેલ્લા બે મહિનાથી દમણના રિસોર્ટમાં ચાલી રહ્યું હતું. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસના કારણે એપ્રિલ મહિનામાં લોકડાઉન જાહેર થયું હતું. પરિણામે ફિલ્મો અને સીરિયલોના શૂટિંગ મુંબઈમાં કરવાની મંજૂરી નહોતી. જેથી સીરિયલોના પ્રોડ્યુસરે મહારાષ્ટ્ર સિવાયના રાજ્યોમાં શૂટિંગ શરૂ કર્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ દમણ આવી હતી. હવે અહીંથી પેકઅપ થઈ ગયું છે.

મતલબ કે દમણમાં શૂટિંગ પૂરૂં કરીને શોની ટીમ મુંબઈ પાછી ફરી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ દમણમાં પૂરું થતાં શોમાં સોનુ ભીડેનો રોલ કરતી એક્ટ્રેસ પલક સિદ્ધવાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રિસોર્ટની કેટલીક બીટીએસ (બિહાઈન્ડ ધ સીન) તસવીરો શેર કરી છે. તસવીરોમાં પલક શોના વિવિધ કલાકારો સાથે મસ્તી કરતી જાેવા મળી રહી છે. ટપ્પુ સેનાના મેમ્બર સમય શાહ (ગોગી), કુશ શાહ (ગોલી)થી માંડીને દિલીપ જાેષી (જેઠાલાલ), અમિત ભટ્ટ (ચંપકચાચા), સુનૈના ફોજદાર (અંજલી), શૈલેષ લોઢા (તારક મહેતા), મંદાર ચાંદવાડકર (આત્મરામ ભીડે), અંબિકા રંજનકર (કોમલ હાથી), શ્યામ પાઠક (પોપટલાલ) અને શરદ સંકલા (અબ્દુલ) જેવા કલાકારો સાથે પલકે તસવીરો શેર કરી છે. પલકની આ પોસ્ટમાં શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી પણ જાેવા મળે છે.

આ તસવીરો જાેઈને અંદાજાે લગાવી જ શકો છો કે આ એક્ટર્સે આઉટડોર શૂટિંગ કરવાની સાથે કેટલી મજા કરી હશે. તસવીરો શેર કરતાં પલકે લખ્યું, કેટલીક સુંદર યાદો જેને હંમેશા માટે વાગોળીશ. આ ઉપરાંત પલકે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વધુ બે તસવીરો શેર કરી હતી. જેમાં તે સુનૈના અને કુશ સાથે પોઝ આપી રહી છે. તો બીજી તસવીરમાં શૈલેષ લોઢા, સુનૈના, બલવિંદર સુરી, તનુજ મહાશબ્દે અને પલક સિદ્ધવાની બસમાં સેલ્ફી લેતાં દેખાય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં બાપુજી એટલે કે એક્ટર અમિત ભટ્ટ પલક, સુનૈના અને અંબિકા સાથે ફોટો પોઝ આપી રહ્યા છે. આ તસવીર શૂટિંગ વચ્ચેના શોટ્‌સની હશે તેવું લાગે છે.

બીજી એક તસવીરમાં સુનૈના, અંબિકા, પલક, સમય અને કુશ નો-મેકઅપ લૂકમાં જાેવા મળી રહ્યા છે. તસવીરમાં કલાકારો બ્રેકફાસ્ટ કરતાં નજરે પડે છે. બાઘાનો રોલ કરતાં એક્ટર તન્મય વેકરિયાએ પણ ટપ્પુ સેના સાથેની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે. તસવીરો જાેતાં લાગી રહ્યું છે કે, શૂટિંગ સિવાયના કલાકોમાં એક્ટર્સે રિસોર્ટમાં ખૂબ મજા કરી હશે. સીરિયલની ટીમે અહીં બર્થ ડે સેલિબ્રેશન પણ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.