તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતામાં ઘટાડો થયો

મુંબઇ, આ અઠવાડીયાની ટીઆરપી લિસ્ટ ઓરમૈક્સ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આ અઠવાડીયે એક મોટો ફેરફાર જાેવા મળ્યો છે. ગત અઠવાડીયાની માફક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની સફળતા જાળવી શકી નથી. તથા ખસકીને બીજા નંબરે આવી ગયું છે. તો વળી અનુપમાએ પોતાની ખોવાયેલી જગ્યા ફરી પાછી મેળવી લીધી છે. આ ઉપરાંત આ વખતે કેટલાય પસંદગીના શો ટોપ ૫માં પોતાની જગ્યા બનાવી શક્યા નથી.
રૂપાલી ગાંગુલી, મદાલસા શર્મા અને સુધાંશું પાંડે સ્ટારર શો ‘અનુપમા’ શરૂઆતથી ટોપ પર રહે છે. પણ છેલ્લા કેટલાક અઠવાડીયાથી શોની ટીઆરપી થોડી ઓછી થઈ હતી. પણ આ અઠવાડીયાના શોએ ફરી એક વાર કમબૈક કર્યુ છે અને પ્રથમ નંબર પર કબ્જાે જમાવી લીધો છે. આપને જણાવી દઈએ કે, આ શોએ શરૂઆતથી દર્શકોનો શાનદાર રિસ્પોંસ મેળવ્યો છે.
નાના પડદા પર આવતા અમુક લોકપ્રિય શોમાંના એક એવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાય વર્ષોથી ટોપ ૧૦માં પોતાની જગ્યા બનાવી રાખવામાં સફળ રહ્યો છે. દિલીપ જાેશી સ્ટારર શો ફેન્સને વર્ષોથી પસંદ આવે છે. દિશા વાકાણીના જવાથી શોની ટીઆરપીમાં થોડો ઘટાડો ચોક્કસથી થયો છે. પણ આ શોએ ફરી એક વાર પોતાની શાખ બનાવી લીધી છે.
છેલ્લા કેટલાય અઠવાડીયાથી શો નંબર ૧ હતો, પણ આ વખતે થોડો ઝટકો લાગ્યો છે અને બીજા નંબર આવી ગયો છે.સોની ટીવીના શો કૌન બનેગા કરોડપતિ ૧૨ પણ ઓરમૈક્સ મીડિયાના ટોપ શોઝની યાદીમાં શામેલ છે. શોને આ લિસ્ટમાં ત્રીજા નંબરે સ્થાન મળ્યુ છે.HS