Western Times News

Gujarati News

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને મળ્યા નવા દયા ભાભી?

મુંબઈ, પોપ્યુલર ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં ઘણાં વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. જેનું ‘દયાબેન’નું પાત્ર સૌથી લોકપ્રિય છે અને દર્શકોના દિલમાં વસી ગયું છે. ત્યારે હવે લગભગ ૪ વર્ષના સમયગાળા પછી ‘દયાબેન’ ફરી એકવખત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પરત ફરી રહ્યા હોવાની ચર્ચા છે.

જાે સૂત્રોનું માનીએ તો, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’ના રોલ માટે એક્ટ્રેસ રાખી વિજનનો સંપર્ક કરવામાં આવ્યો છે. અહીં નોંધનીય છે કે વર્ષ ૧૯૯૦ના દાયકાની જાણીતી ટીવી સિરિયલ ‘હમ પાંચ’માં ‘સ્વીટી માથુર’ના રોલમાં એક્ટ્રેસ રાખી વિજન પોપ્યુલર થઈ હતી.

ત્યારે હવે ‘દયાબેન’ના રોલ માટે એક્ટ્રેસ રાખી વિજનના નામની ચર્ચા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, શૉમાં એક જાણીતું પાત્ર પરત આવી રહ્યું છે પણ તેમણે એવું કન્ફર્મ નહોતું કર્યું નથી કે તે પાત્ર દિશા વાકાણી છે કે નહીં? કે જેમણે ‘દયાબેન’નું પાત્ર ભજવ્યું છે.

સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા પાંચેક વર્ષથી દયાબેન ગાયબ છે. શોના દર્શકો આતુરતાથી દયાબેનના કમબેકની રાહ જાેઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ શોના મેકર્સે એક પ્રોમો રિલીઝ કર્યો હતો જેમાં જેઠાલાલની દુકાનના ઓપનિંગ માટે દયા મુંબઈ આવી રહી હોવાના સંકેત મળ્યા હતા. વાતચીતમાં આસિત કુમાર મોદીએ ટ્રોલિંગ અંગે કહ્યું, “આ બધો જ સ્ટોરીનો કમાલ છે.

અમે દયાબેનને લાવવા પર કામ કરી રહ્યા છીએ પરંતુ તેમાં સમય લાગશે. લોકો શો સાથે લાગણીથી જાેડાયેલા છે એટલે અમને ટ્રોલ કરીને નારાજગી વ્યક્ત કરે તે સ્વાભાવિક છે. ઓનલાઈન કોમેન્ટ કરતાં ફેન્સ વિશે હું વિચારું છું અને તેમની લાગણીઓને માન આપું છું.

દયાભાભી આવશે.” મહત્વનું છે કે, દયાભાભીનો રોલ કરનારી અભિનેત્રી દિશા વાકાણી ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગઈ હતી. ત્યાર પછીથી એકાદ-બેવાર દિશાની નાની એવી ઝલક શોમાં જાેવા મળી હતી. દયા તરીકે દિશા વાકાણી આવશે કે કેમ તે અંગે તો શંકા છે પરંતુ જ્યારે પણ દયાભાભી આવશે ત્યારે તેમની એન્ટ્રી ધમાકેદાર હશે તેમ પ્રોડ્યુસરનું કહેવું છે.

અમે ચોક્કસથી ઈચ્છીએ છીએ કે દિશા (વાકાણી) દયા તરીકે પાછી આવે. પરંતુ સાથે જ અમે આ રોલ માટે બીજી અભિનેત્રીઓના ઓડિશન પણ લઈ રહ્યા છીએ. જાે દિશા આવશે અમને આનંદ થશે કારણકે અમારા માટે તે પરિવારનો ભાગ છે.

પરંતુ હાલ તો તેનું પાછું ફરવું શક્ય નથી લાગતું માટે જ અમે તેના બદલે બીજા કોઈને આ પાત્ર ભજવવા માટે શોધી રહ્યા છીએ. મેકર તરીકે હું પણ ઈચ્છું છું કે દયા પાછી આવી.

અમારા પ્રયાસ ચાલુ છે. આગામી કેટલાક મહિનામાં દયાભાભી જાેવા મળશે અને બીજું ઘણું જાેવા મળશે. દયાબેન રાતોરાત તો ના આવી જાયને? તે લાંબા સમયથી શોમાંથી ગાયબ છે એટલે અમે તેની જબરદસ્ત રિ-એન્ટ્રી કરાવીશું”, તેમ આસિત મોદીએ વાત પૂરી કરતાં જણાવ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.