‘તારક મહેતા કા …..’ના સુંદરલાલે અમદાવાદમાં મતદાન કર્યું
અમદાવાદમાં રાજીવનગરના મતદાન મથકે દીકરા તથા પત્નીની સાથે પહોંચેલા મયુર વાકાણીએ મતદાન કર્યું
અમદાવાદ, રાજ્યમાં રવિવારે ૬ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જાેવા મળ્યા હતા. સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
૬ મનપામાં ૧૨ વાગ્યા સુધીમાં ૨૧ ટકા સરેરાશ મતદાન થયું છે. લોકશાહીના આ પર્વમાં રાજનેતાથી લઈને સેલેબ્સ સુધીના તમામ લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે. જેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ખાસ પાત્રએ પણ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં મતદાન કર્યું હતું.
રવિવારે સવારે ‘તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા’ ટીવી સીરિયલથી ઘરે ઘરે જાણીતા બનેલા સુંદર લાલ ઉર્ફે મયુર વાકાણીએ પોતાના પત્ની સાથે મતદાન કર્યું હતું. મયુર વાકાણી સીરિયલમાં જેઠાલાલના સાળા ‘સુંદર લાલ’નું પાત્ર ભજવે છે અને પોતાની કોમિક ટાઈમિંગ અને રમુજી અંદાજથી દર્શકોને હસાવતા જાેવા મળી છે અને ઘણા વર્ષોથી આ સીરિયલ સાથે જાેડાયેલા છે.
રવિવારે અમદાવાદમાં રાજીવનગરના મતદાન મથકે પોતાના દીકરા તથા પત્ની સાથે પહોંચેલા મયુર વાકાણીએ લોકોને આગળ આવીને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વ્યસ્ત શેડ્યુલમાં લોકોએ થોડોક સમય કાઢીને મતદાન ચોક્કસથી કરવું જાેઈએ. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી ૭ ઝોનના ૪૮ વોર્ડ માટે યોજાઈ રહી છે.
આ ૪૮ વોર્ડની ૧૯૧ બેઠકો માટે શહેરીજનો મતદાન કરી રહ્યા છે. ચૂંટણીમાં ભાજપના ૧૯૧ તથા કોંગ્રેસના ૧૮૮ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે છછઁના ૧૬૫ અને ૮૭ અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણીમાં જંપલાવ્યું છે. શહેરમાં ૪૫૩૬ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેની સુરક્ષા માટે ૨૮૧૬૧ પોલીંગ સ્ટાફ તથા ૬૩૦૦ પોલીસકર્મીઓ ખડેપગે તહેનાત કરાયા છે.