તારક મહેતા કા..’શો છોડયાના બે વર્ષ પછી પણ મને બાકી લેણા નથી મળ્યાઃ નેહા મહેતા
મુંબઈ, પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને લઈને એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. બે વર્ષ પહેલા આ શો છોડનારી એકટ્રેસ નેહા મહેતા ઉર્ફે મિસીસ અંજલિ તારખ મહેતાએ એવી સનસનીખેજ વિગત આપી છે કે શોના મેકર્સે છેલ્લા બે વર્ષથી મારા બાકી નીકળતા લેણા ચુકવ્યા નથી.
નેહાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારા ૬ મહિનાના કામના લેણાની રકમ હજુ ચૂકવાઈ નથી. આ માટે મેં બેંકર્સને કેટલાય ફોન પણ કરેલા. નેહા મહેતાએ જણાવ્યું હતું કે હું ખૂબજ સન્માનિત જિંદગી જીવું છું. અને કોઈપણ બાબતમાં ફરિયાદ કરવામાં વિશ્વાસ નથી રાખતી, મને આ પસંદ પણ નથી.
૧૨ વર્ષ બાદ ૨૦૨૦માં મેં આ શો છોડી દીધો હતો. પણ મારા ૬ મહિનાના બાકી લેણા હજુ સુધી ચૂકવાયા નથી.નેહાએ વધુમાં જણાવ્યું હતું કે આગળ વધવા માટે શો છોડવો જરૂરી હતો. જાે આપ લાંબા સમય સુધી કોઈ એક શો સાતે જાેડાયેલા રહો છો તો આપ કન્ફર્ન ઝોનમાં ચાલ્યયા જાઓ છો.
મેં કેટલાક વર્ષોમાં ઘણા ઈન્ટરેસ્ટીંગ એ વિચારીને ઠુકરાવેલી કારણ કે ‘તારક મહેતા કા..’ મારા પરિવાર જેવો શો છે. એવું નથી કે પ્રોડયુસર કે મેકર્સ પ્રત્યે મારા મનમાં કોઈ નારાજગી છે પણ મને લાગે છે કે કોઈ પરેશાની ઉભી કર્યા વિના ચૂપચાપ નીકળી જવું જાેઈએ. ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં ‘તારક મહેતા કા..’ શો છોડયા બાદ નેહાને કોઈ ટીવી શોની ઓફર નથી મળી.HS2KP