એવું તે શું થયું કે, “તારક મહેતા….”ના બબીતાજીની થઇ ધરપકડ
હાંસી, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલથી લોકપ્રિય થયેલી અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા જી પોતાની સામે હાંસીમાં એસસી-એસટી એક્ટ અંતર્ગત નોંધાયેલા કેસમાં તપાસ અધિકારી ડીએસપી વિનોદ શંકર સામે ઉપસ્થિત થઇ હતી.
જે પછી તપાસ અધિકારીએ તેની ઔપચારિક રીતે ધરપકડ કરી હતી અને લગભગ ૪ કલાક સુધી કાર્યાલયમાં પૂછપરછ કરી હતી. આ પછી મુનમુન દત્તાને વચાગાળાના જામીન પર છોડવામાં આવી હતી.
ડીએસપી કાર્યાલયની બહાર મુનમુન દત્તાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મુનમુન દત્તા પોતે પણ પોતાની સાથે હાઇકોર્ટના વકીલ અને હાઇકોર્ટના આદેશ પર બે સુરક્ષાકર્મીઓ અને બાઉન્સરો સાથે ડીએસપી કાર્યાલય પહોંચી હતી.
https://westerntimesnews.in/news/145607
મુનમુન દત્તાએ આ દરમિયાન કોઇપણ મીડિયા કર્મી સાથે વાત કરી ન હતી. મુનમુન દત્તા સામે એસસી એસટી એક્ટ અંતર્ગત હાંસીના દલિત અધિકારી કાર્યકર્તા રજત કલ્સને ૧૩ મે ૨૦૨૧ના રોજ કેસ નોંધાવ્યો હતો.
મુનમુન દત્તાએ આ પછી પોતાની સામે નોંધાવેલા કેસને ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court))અરજી દાખલ કરી હતી. તે અરજીને સુપ્રીમ કોર્ટે ૨૨ સપ્ટેમ્બરે ૨૦૨૧ના રોજ ફગાવી દીધી હતી.
મુનમુન દત્તાની અગ્રીમ જામીન અરજી હિસારની એસસી-એસટી એક્ટ અંતર્ગત સ્થાપિત વિશેષ અદાલતે ૨૮ જાન્યુઆરીએ ફગાવી દીધી હતી. જે પછી મુનમુન દત્તાએ અગ્રીમ અરજી માટે પંજાબ હરિયાણા હાઇકોર્ટની (Punjab Haryana High Court) શરણ લીધી હતી.
https://westerntimesnews.in/news/174324
પંજાબ હરિયાણા હાઇકોર્ટના જજ અવનીશ ઝીંગને ગત ૪ ફેબ્રુઆરીએ મુનમુન દત્તાને હાંસીમાં તપાસ અધિકારી સામે ઉપસ્થિત રહીને તપાસમાં સામેલ થવા માટે કહ્યું હતું.
તપાસ અધિકારીને આદેશ આપ્યા હતા કે મુનમુન દત્તાની ધરપકડ કરી પૂછપરછ કર્યા તેને અંતરિમ જામીન પર છોડી દેવામાં આવે. આ સિવાય તપાસ અધિકારીને નિર્દેશ આપવા આવ્યા હતા કે તે આગામી ૨૫ ફેબ્રુઆરીએ તપાસ રિપોર્ટને હાઇકોર્ટ સામે રજુ કરે.
https://westerntimesnews.in/news/136242
ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તાએ ગત વર્ષે ૯ જાન્યુઆરીએ યૂટ્યુબ પર એક વીડિયોમાં અનુસૂચિત જાતિ સમાજ સામે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરી હતી. જે પછી એસસી એસટી એક્ટ અંતર્ગત કેસ નોંધાયો હતો.HS