તારાના અંત પહેલાંની તસવીર ટેલિસ્કોપમાં કેપ્ચર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Telescope.jpg)
Files Photo
નવી દિલ્હી: અવકાશમાં જ્યારે પણ વિશાળ તારાનો નાશ થાય છે, ત્યારે ભયાનક વિસ્ફોટ થાય છે. વૈજ્ઞાનિકો ઘણા સમયથી તારાના અંત પહેલા તેના વિશે અભ્યાસ કરી રહ્યા છે. તારાના અંત પહેલા શું થાય છે, તારા સુપરનોવા બને તે પહેલા શું થાય છે, તેની તસ્વીરો કેપ્ચર કરવામાં આવે છે. આ તસ્વીરો વૈજ્ઞાનિકને આ રહસ્ય વિશેની તપાસ કરવા માટે મદદરૂપ થશે. રિપોર્ટ્સ અનુસાર વૈજ્ઞાનિકોની ટીમ નાસા હબલ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ૨૦૧૯થી સતત આ વિશાળ તારાના વિસ્ફોટ અંગે અભ્યાસ કરી રહ્યા છે.
આ તારો પૃથ્વીથી ૩૫ મિલિયન પ્રકાશ વર્ષ દૂર આકાશગંગામાં સ્થિત હતો. એસ્ટ્રોફીઝીક્સમાં ઇન્ટરડિસિપ્લિનરી એક્સ્પ્લોરેશન એન્ડ રિસર્ચના ઓથર અને આ સ્ટડીના મુખ્ય મુખ્ય રિસર્ચર ચાર્લ્સ કિલ્પૈટ્રિક જણાવે છે, આ એક શાંત પીળો તારો હતો. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે પીળા તારાનો જ્યારે અંત થાય છે, ત્યારે તેની આસપાસ હાઈડ્રોજન રહે છે અને તારાના બ્લ્યૂ આંતરિક ભાગને કવર કરી લે છે. જ્યારે આ તારાનો વિસ્ફોટ થયો, ત્યારે તેની આસપાસ હાઈડ્રોજન જાેવા મળ્યો નહોતો
તેમાંથી ખૂબ જ બ્લ્યૂ પ્રકાશ આવી રહ્યો હતો. વિસ્ફોટ સમયે તારાની આસપાસ હાઈડ્રોજન જાેવા ન મળતા વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે આ સ્ટારનો અંત થાય ત્યાં સુધીમાં તેની આસપાસ રહેતુ ગેસનું સ્તર નિષ્ક્રિય થઈ ગયું હશે. ચાર્લ્સ જણાવે છે કે સુપરનોવામાં આ તારાનો અંત થાય તે જાેવું ખુબ જ દુર્લભ છે. ચાર્લ્સે જણાવ્યું કે આ પ્રકારની ઘટના વિશે જે પણ જાણ હતી તેની સાથે આ ઘટના બિલકુલ પણ મેચ નથી થઈ, જ્યારે આ સ્ટાર વિસ્ફોટ થયો ત્યારે હાઈડ્રોજન ફ્રી સુપરનોવા જેવું દ્રશ્ય જાેવા મળ્યું હતું. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ત્યાંના વાતાવરણમાં હાઈડ્રોજનની માત્રા હતી. તેમનું માનવું છે કે તારાનો વિસ્ફોટ થાય તે પહેલા હાઈડ્રોજનની માત્રા પૂર્ણ થઈ ગઈ હશે.