તારાપુર પાસે માટીનું ખનન કરતા ભૂમાફિયાઓ પર તંત્ર ત્રાટક્યું

તારાપુર, તારાપુર તાલુકાના ઇન્દ્રણજથી બામણગામ માર્ગ પર છ માસથી ગેરકાયદેસર માટી ખનન પ્રવૃત્તિ ચાલતી હતી.જે અંગે સ્થાનીક ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી. આખરે અરજદારે કલેકટર સહિત ઉચ્ચ કક્ષઆએ રજુઆત કરતાં મામલતદાર અને ખાણ વિભાગની ટીમો દ્વારા તાત્કાલીક સ્થળ પર દરોડો પાડીને માટી ખનન પ્રવૃત્તિને અટકાવી હતી.
એકહીટાચી મશીન સહિત ડમ્પર પણ કબ્જે લેવામાં આવ્યા છે. લાખો રુપીયાની માટી કૌભાંડ અત્યારસુધી આચારમાં આવી છે. જાે કે આ કૌભાંડમાં કોઇ મોટી હસ્તીનો હાથ હોવાની સંભાવના વર્તાઇ રહી છે. જેના કારણે તંત્ર દ્વારા ઢીલી નીતી અપનાવવમાં આવે છે.
ઇન્દ્રણ બામણ ગામ માર્ગ પર ભુમાફરીયા દ્વારા છેલ્લા છ માસથી આડેધડ માટી ખોદકામ કરવામાં આવતુ હતું. દૈનીક પચાસ વધુ ડમ્પરો માટી ભરીને અન્ય સ્થળે લઇ જવામાં આવતા સતતદોડતા ડમ્પરને કારણે ધુળ ઉડતા ખેતરઓમાં પાકને પણ ભારે નુકશાન થતુ હતું. તેમજ રસ્તાની બંને બાજુએ મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા હતા.
જે ભવિષ્યમાં ભય જનક બને તેવી સંભાવના હતી. જેને ધ્યાને લઇ સ્થાનિક અરજદાર દ્વારા શરુઆતમાં મામલતદાર સહિત ખાણખનીજ વિભાગમાં લેખિત રજુઆત કરી હતી. તેમ છતાં કોઇ જ કાર્યવાહી થતી નહતી. જેથી ખેડૂતોએ જીલ્લા કલેકટર ખાણખનીજ વિભાગ મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજુઆત કરી ખેડૂતોને થઇ રહેલુ નુકશાન અટકાવવા માટેની માંગ કરી હતી.
જેના પગલે ખાણખનીજ વિભાગ અને સ્થાનીક તંત્ર દ્વારા ઇન્દ્રણજ બામણગામ માર્ગ વચ્ચે તપાસ હાથ ધરીને એકહીટાચી મશીન સહિત ડમ્પર કબ્જે લીધા છે. પરંતુ આ અંગે સ્થાનીક મામલતદાર દ્વારા કોના દ્વારા મોટાપાયે માટી કૌભાંડ આચરવામાં આવતું હતું. તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવતી ન હતી.