તારા જેવી પુત્રવધૂઓ સહુને મળે તેવી પ્રભુને પ્રાર્થના કરૂ છું, ત્યારબાદ જય શ્રીકૃષ્ણ કહી પુત્રવધૂના ખોળામાં આંખો ઢાળી દીધી
કેવું સાસુ ગૌરવ પ્રભુને ગમે? કેવો આદર્શ ગૃહસ્થાશ્રમ પ્રભુને ગમે?
|| જ્ઞાનવૃદ્ધ, ભાવવૃદ્ધ, અને અનુભવ વૃદ્ધ થતાં બને સાસુ, વૃદ્ધ એટલે વધેલુ ભાથુ વહુને આપે તે સાસુ પ્રભુને ગમે ||
ભારતીય વૈદિક સંસ્કૃતિ માતૃદેવોભવની છે “મા” તેને કહેવાય જે માગ્યાવિના આપે એટલુ જ નહિ ઘરમાં બધાના માટે બધુ જ કામ કરીને પણ મે કર્યું છે મારા થકી થયુ છે,
તેવો કોઈ અવાજ ન કરવાવાળી તે “મા” કરીને કશુ જ વળતર-બદલો ન માગવા વાળી તે મા છે. આજ “મા” આગળ જતાં પુત્ર મોટો થતાં પરણાવે અને ઘરમાં વહુ આવે ત્યારે તે “સાસુ” બને છે. સાસુ અનુભવવૃધ્ધ- જ્ઞાનવૃધ્ધ અને ભાવવૃધ્ધ ગણાય, વૃધ્ધ એટલે વધેલુ જ્ઞાન –
ભાવ અને અનુભવોનો સંસ્કાર વારસો ઘરમાં આવનાર ઘરની લક્ષ્મી, ઘરની માલકણ પુત્રવધૂને વારસામાં આપવાનો હોય સાસુએ પહેલો સંબંધ પ્રભુ અને પ્રભુના કાયદાઓ જાેડે બંધાય તે માટે વહુને પ્રભુપૂજામાં સાથે બેસાડી પ્રાર્થના આરતી સ્તોત્ર-ગીતાપારાયણ કરવું,
ત્યારબાદ સાસુએ પોતાના પતિને પગે સ્પર્શ કરી પગે લાગવું અને પતિના કમાવેલા પૈસામાંથી જે દશમો ભાગ કાઢેલો હોય, તેમાંથી થોડાક પૈસા પુત્રવધૂને આપી તેના હાથે પણ જ્ઞાનદાન – અન્નદાન – વસ્ત્રદાન વિગેરે કરાવવું.
સાસુએ રસોઈપણ પાકશાસ્ત્ર મુજબ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવામાં જે પારંગતતા પ્રાપ્ત કરી હોય તે મુજબની રસોઈ વહુનો અહંમ્? ઘવાય નહિ તેવી પ્રેમાળ – આત્મિય ભાષામાં રસોડામાં જાેડે રહી મુખ પર સ્મીત અને હૃદયમાં ભાવરાખીને શીખડાવવી, રસોઈ બનાવતાં સ્તોત્ર – શ્લોકો – ગીતા પારાયણ પણ કરવું સ્ત્રી માટે રસોઈનું કર્મ તે સ્વસ્થાને સ્વધર્મ કર્મ છે.
રસોઈ બનાવતાં તે રસોઈ જમનાર સભ્યોના હૃદયમાં બેઠેલા ભગવાન જમવાના છે. તેવી બુધ્ધિગમ્ય ભાવના સાથે રસોઈ બનાવવી. આ બનાવેલી રસોઈ થાળમાં મૂકી પ્રભુ મંદિરીયામાં પ્રભુને ધરાવી પછીથી સભ્યોને પીરસવી, ઘણા લોકો દલીલ કરે છે.
ભગવાન જમતા હોય તો થાળમાં રસોઈ ઓછી કેમ થતી નથી. જવાબ એક ડીસમાં ગુલાબના ફુલો ડ્રોઈંગરૂમમાં મૂકેલા હોય ૩૦ માણસો બેઠેલા હોય તો ફુલોની સુગંધ બધા લોકોને મળે છે. અને સુગુંધને માણે છે. તે સુગુંધ તો ફૂલોમાંથી નીકળી છે, પણ વજન કરતાં ફુલોનું વજન ઓછું થયેલ નથી. તે ન્યાયે ભાવની સુક્ષ્મ પ્રક્રિયા દ્વારા થાળમાં મૂકેલી રસોઈ પ્રભુ આરોગે છે.
છતાં થાળની રસોઈ ઓછી થતી નથી ને પ્રભુનું જમણ થાય છે. ત્યારબાદ તે રસોઈ પ્રસાદ બની જાય છે. ઘરના સભ્યો પ્રસાદ તરીકે રસોઈ જમે છે. આ પ્રક્રિયા સાથે ભાવથી રસોઈ બનાવવી તે સ્ત્રીઓનું યજ્ઞીય કાર્ય છે. પ્રભુ કામની કૃતિનિષ્ઠ પ્રભુ પૂજા છે. રસોઈનું કાર્ય વેઠ નથી સજા નથી પણ કૃતિશીલ પ્રભુની પૂજા છે.
આમ સાસુ ઘર કુટુંબનો સંસ્કાર વારસો જેમ કુંભાર ઘડાને બહારથી ટીપે છે. પણ ઘડાની અંદર હાથનો આધાર રાખે છે. અને ઘડાને ઘાટ આપે છે. તે ન્યાયે સાસુ વહુને ખબર પણ ન પડતાં પોતીકા પણાના ભાવ સાથે આત્મપૌમ્યતા રાખીને સંસ્કાર વારસો આપે, અઠવાડીયામાં બે કલાક સાસુ વહુની પાસે બેસીને રામાયણ-મહાભારત-ભાગવત-ગીતા-ઋષિ ચરિત્રોનું વાંચન કરાવેને સાસુ સાંભળે, વાંચતા કોઈ જીવન સ્પર્શી વિષયનું ઊંડાણ આવતાં વાંચન અટકાવી સાસુ તે વિષય ઉપર બોલે અને તેના હેતુ નુ દર્શન આપે, તેમાં સાસુ ગૌરવ છે.
આ રીતે સાસુ વહુની આત્મિયતા ગાઢ બનતાં ઘરની સ્વર્ગીયતા કુટુંબીજનો બધાજ માણતા હતા. તેવામાં અચાનક બહુની કીડનીઓ બગડી, હા?સ્પીટલમાં દાખલ કરતાં ડા?ક્ટરે તુરંત બીજી કીડની આપવા સુચન કર્યું, ત્યારે બધા જ કુટુંબીજનો વચ્ચે સાસુએ કહ્યું, હું મારી કીડની આપુ છું.
આનાકાની વચ્ચે સાસુના અતિ આગ્રહને વશ થઈ સૌ ડા?ક્ટર સામે સહમત થતાં કીડની ટ્રાન્ફર થઈ, આ ઘટનાથી કુટુંબ અને સગા સંબંધી સૌનો ભાવ સાગરમાં ડુબ્યાનો આનંદ જણાતો હતો, સાસુએ પુત્રવધૂને આપેલ ભાવ અને સંસ્કારોનું કૃતિ દ્વારા દર્શન સૌને થયું, ત્યારબાદ બે મહિના પછી સાસુની તબીયત વધુ બગડી તો હા?સ્પીટલમાં દાખલ કર્યા, દશદિવસ થયા પણ તબીયતમાં સુધારો જણાયો નહિ તે દરમ્યાન પથારીમાં વહુ સાસુના પગ દબાવતા ભાવભરી વાતો કરતા હતા,
ત્યારે અચાનક સાસુએ વહુના ખોળામાં માથુ મૂકી, ઘૂંટાતા અવાજે, નેત્રોમાં પોતીકા પણાના નીતરતા સ્નેહ સાથે બોલે છે. કે તું મારા દૈવી કુળમાં, કુલીન શાલીન કુટુંબમાંથી આવેલી લક્ષ્મી છું આ મારા છેલ્લા શ્વાસો છે. હું હવે પ્રભુ પાસે જાઉ છું અને તને આપણા દૈવીકુળની ભવ્ય દિવ્ય પરંપરાની અદબ-મર્યાદા સંયમ નિયમો સાથે વડિલો પ્રત્યેની પૂજ્યતાનો વારસો આપીને જાઉ છું તે સંભાળજે
તદ્ઉપરાંત તૂ ઘરમાં પાઠ-પૂજા ધ્યાન-ચિત્ત એકાગ્રતા અને સમૂહ કુટુંબ પ્રાર્થના ના સંસ્કાર ને ભૂલીશ નહિ, પ્રભુ કાયદા એટલે શાશ્વત નૈતિક મૂલ્યોનું આત્મ શાસન દરેકની બુદ્ધિ ઉપર રહે તેનુ ધ્યાન રાખજે, કુટુંબની આવકનો દશમો ભાગ ભગવાનનો જુદો રાખીને વેદ – ઉપનીષદ – ગીતાના વિચારોના પ્રચારમાં, અને અવતારોના રચનાત્મક કાર્યોમાં વપરાય તેમાં ચુક ન થાય તે જાેજે,
ઘરમાં દારૂ – માંસ ચળસ ગાંજાે કે વાયદા – સટ્ટાનું દુષણ ન ઘૂસે તેની કાળજી રાખજે, સાત્વિક – પૌષ્ટિક અને સ્વાદિષ્ઠ આહાર થી સૌને કુટુંબમાં ભાવપૂર્ણ બની જાતે જમાડજે, રામાયણ મહાભારત ગીતાના સ્વાધ્યાયથી બુદ્ધિનો જમણવાર આપતી રહેજે, અને છેલ્લે તારા જેવી પુત્રવધૂઓ સહુને મળે તેવી બે હાથ જાેડી પ્રભુને પ્રાર્થના કરૂ છું ત્યારબાદ જય શ્રીકૃષ્ણ કહી પુત્રવધૂના ખોળામાં સદાને માટે આંખો ઢાળી દીધી, આવી સાસુઓ દરેક પુત્રવધુઓને મળે તેવું સાસુ ગૌરવ પ્રભુને પણ ગમે. લેખકઃ અંબાલાલ આર.પટેલ