તારા સુતારિયા તડપ નામની ફિલ્મમાં અહાન સાથે રહેશે
મુંબઇ, સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ સાથે બોલિવુડમાં ડેબ્યુ કરી ચુકેલી તારા સુતારિયાને તેની પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ હવે નવી ફિલ્મ હાથ લાગી છે. તે સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી સાથે નવી ફિલ્મ તડપમાં નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જો કે ફિલ્મ ક્યારે રજૂ કરાશે તે અંગે હજુ વિગત જારી કરવામાં આવી નથી. તે એક ફિલ્મ શાહિદ કપુરની સાથે પણ કરી રહી હોવાની માહિતી મળી છે.
જો કે આને લઇને હાલમાં સસ્પેન્સની સ્થિતિ છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ સાથે તારા બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકી છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ આવી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા અર્જુન રેડ્ડીની ફિલ્મની હિન્દી રીમેક માટે પણ તારાની પસંદગી કરવામાં આવી હતી. જો કે છેલ્લી ઘડીએ તેની હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી. તેની જગ્યાએ ત્યારબાદ કિયારા અડવાણીની પસંદગી કરવામાં આવી હતી.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. શાહિદ કપુરની કેરિયરની સૌથી મોટી ફિલ્મ તરીકે આ સાબિત થઇ હતી. કબીર નામની આ ફિલ્મ બની હતી. હવે ફરી એકવાર તારા અને શાહિદને લઇને એક ફિલ્મ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. જો કે વધારે માહિતી જારી કરવામાં આવી નથી. બીજી બાજુ સુનિલ શેટ્ટીના પુત્ર અહાન તડપ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પહેલાથી જ બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકી છે સલમાન ખાન દ્વારા તેને લોંચ કરવામાં આવી હતી. હિરો ફિલ્મમાં તેની એન્ટ્રી થઇ હતી. ત્યારબાદ તે હજુ સુધી બોલિવુડની ફિલ્મોમાં સક્રિય છે. તેની પાસે નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે.