‘તારી મા-બહેનને આઇટમ કહે ને મૂવા…’ : ઇમરતી દેવી
ભોપાલ, મધ્ય પ્રદેશની પેટાચૂંટણીની એક પ્રચાર સભામાં રાજ્યની દલિત મહિલા પ્રધાન ઇમરતીદેવીને ‘આઇટમ’ ગણાવનારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ પાસે ચૂંટણી પંચે ખુલાસો માગ્યો છે. દરમિયાન, ગુસ્સે થયેલાં ઇમરતીદેવી કમલનાથ પર વરસ્યાં હતાં અને જાહેરમાં કહ્યું હતું કે તારી મા બહેનને આઇટમ કહેને…
હવે ઇમરતીદેવીની વિડિયો ક્લીપ વાઇરલ થઇ રહી હતી. કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા પ્રમોદ કૃષ્ણને લખ્યું છીંદવારાથી દસ વખત ચૂંટાઇને લોકસભામાં ગયેલા સંસદના વરિષ્ઠ સભ્ય કમલનાથની સ્વર્ગીય માતાજી અને બહેન વિશે મધ્ય પ્રદેશના કેબિનેટ પ્રધાન ઇમરતીદેવીના આ ‘મધુર’ વચનો સાંભળો…
વિડિયો ક્લીપમાં ઇમરતીદેવી કહેતાં સંભળાય છે, ‘ વહ (કમલનાથ) બંગાલી આદમી હૈ, મધ્ય પ્રદેશ આયા સિર્ફ મુખ્ય મંત્રી બનને કે લિયે. ઉસ વ્યક્તિ કો બોલને કી સભ્યતા નહીં હૈ. ક્યા કહા જાય, મુખ્ય મંત્રીપદ જાને કે બાદ યહ પાગલ હો ગયા હૈ, પાગલ બનકર પૂરે મધ્ય પ્રદેશ મેં ઘૂમ રહે હૈં… આગળ ઇમરતીદેવી કહે છે, યહ મેરે પ્રદેશ કા આદમી નહીં હૈ, ઉસ કી મા ઔર બહન આઇટમ હોંગી, કમલનાથ કી…હમેં યહ પતા થોડી હૈ ?