તાલિબાનનો વાસ્તવિક ચહેરો સામે આવ્યો, અફઘાનિસ્તાન મારફત વિશ્વમાં કરે છે અફીણની તસ્કરી

કાબુલ, ૧૩ સપ્ટેમ્બરે ગુજરાતના મુંદ્રા બંદર પરથી ૨૯૮૮ કિલો હેરોઈન ઝડપાયું હતું. આ એક માત્ર ગેરકાયદેસર ડ્રગનું કન્સાઇનમેન્ટ પકડવાનો મામલો નહોતો. પરંતુ, આ તાલિબાનીઓની અસલિયતનો એક સંકેત હતો. કેમકે હવે તાલિબાનીઓએ તેમનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે.
હેરોઇનનું સીધુ કનેકશન અફીણ સાથે છે. અને અફીણનુ કનેકશન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે છે. વિશ્વભરમાં સૌથી વધુ અફીણનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. અફઘાનિસ્તાન અફીણનું હબ છે અને આ અફીણ મારફતે જ તાલિબાન સૌથી વધુ કમાણી કરે છે. તાલિબાનના આ કાળા કામમાં દુશ્મન દેશ પાકિસ્તાન પણ તેને સાથ આપે છે. સ્પષ્ટ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની એન્ટ્રી ભારત માટે ખતરાની ઘંટી સમાન છે. અફઘાનિસ્તાનમાં ૩૭% ઉત્પાદન વિસ્તાર વધ્યો છે.
યુનાઈટેડ નેશન્સ ઓફ ડ્રગ્સ એન્ડ ક્રાઈમ ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર, વિશ્વના ૮૫ ટકા અફીણની ખેતી અફઘાનિસ્તાનમાં થાય છે. વર્ષ ૨૦૨૦માં ત્યાં ગેરકાયદે અફીણની ખેતી ૩૭ ટકા વધીને ૨,૯૫,૦૦૦ હેક્ટર થઈ ગઈ છે. અફીણનું ઉત્પાદન વધવાનું મુખ્ય કારણ એ છે કે અફઘાનિસ્તાનમાં સૌથી વધુ અફીણની ખેતી હેલમંડ રાજ્યમાં થાય છે. જે સમગ્ર અફઘાનિસ્તાનની ખેતીમાં ૨૨ ટકા હિસ્સો ધરાવે છે.
થોડા સમય માટે ત્યાં અશાંતિ હતી અને તેની અસર ગેરકાયદેસર ખેતીના રૂપમાં દેખાઈ રહી છે. તેથી સ્પષ્ટ છે કે તાલિબાનના નિયંત્રણ સાથે, અફીણની ખેતીમાં વધારો થશે. જે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે ખતરો છે. જાેકે, તાલિબાન અફીણના ગેરકાયદે વેપાર પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે. પરંતુ તેના પર વિશ્વાસ કરવો સરળ નથી.HS