તાલિબાની સરકારની રચનામાં ચીન, પાકિસ્તાન સહિત ૬ દેશોને આમંત્રણ

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં બધા પ્રાંતો પર કબ્જાે કરી લીધો હોવાનો દાવો કર્યા પછી તાલિબાન ટુંક સમયમાંજ સરકારની રચના કરશે. એને ધ્યાનમાં રાખીને તાલિબાને ચીન, પાકિસ્તાન, રશિયા, ઇરાન કતર અને તુર્કીની સરકારોને આમંત્રણ મોકલી આપ્યું છે. તાલિબાનના આ આમંત્રણથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ ૬ દેશોની સરકારો પહેલેથી જ તાલિબાનના સંપર્કમાં છે.
અહીં એ નોંધનીય છે કે જયારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે કરવા માંડયો ત્યારે ઘણા બધા દેશોએ અફઘાનમાં પોતાના દુતાવાસ બંધ કરી દીધા હતા, પરંતુ રશિયા, ચીન, પાકિસ્તાન, તુર્કીએ તો દુતાવાસ ચાલુ જ રાખ્યા હતા. ભારતે પણ કાબુલમાં દુતાવાત બંધ કરીને કર્મચારીઓને પાછા બોલાવી દીધા હતા.તાલિબાને ભારત સાથે હજુ કોઇ સત્તાવાર સંપર્ક કર્યો નથી.
એક દિવસ પહેલા તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે સરકાર રચનાને આગામી સપ્તાહ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. પ્રવક્તાએ કહ્યુ હતું કે તાલિબાન એવી સરાકર બનાવવા માંગે માટે સંઘર્ષ કરી રહ્યું છે જે આંતરાષ્ટ્રીય સમુહને સ્વીકાર્ય હોય. તાલિબાન હવે ટુંક સમયમાં જ કાબુલમાં નવી સરકાર રચવાની ઘોષણા કરી શકે છે. નવી સરકારનું સુકાન મુલ્લા અબ્દુલ ગની બરાદર કરશે એવું લગભગ નક્કી થઇ ચુક્યું છે.
આ અગાઉ તાલિબાને ચીનને પોતાના મહત્ત્વપૂર્ણ ભાગીદાર તરીકે બતાવીને કહ્યું હતું કે અફઘાનિસ્તાનના પુન નિર્માણ અને અહીંના સમુધ્ધ ભંડોરાના એક્સ્પલોરેશન માટે ચીન પાસેથી ઘણી અપેક્ષા છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પછી ભારતે તાલિબાન માટે હજુ સુધી પોતાનું સ્ટેન્ડ નક્કી કર્યું નથી. ભારત અત્યારે તેલ અને તેલની ધાર જાેઇ રહ્યું છે એ પછી નક્કી કરવામાં આવશે કે તાલિબાન સરકારને સમર્થન કરવું કે દુર રહેવુ. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યાના લગભગ ૨૦ દિવસ થઇ ગયા છે.HS