તાલિબાને ગર્ભવતી મહિલા પોલીસ અધિકારીને પેટ પર ગોળી મારી!

કાબુલ, એક તરફ જ્યારે વિશ્વ ચંદ્ર અને મંગળ પર સંશોધન કરી રહ્યું છે ત્યારે ઇસ્લામિક આતંકવાદી સંગઠન તાલિબાન દરરોજ બર્બરતાની નવી હદ પાર કરી રહ્યું છે. આ વખતે ઇસ્લામિક આતંકવાદી સંગઠન તાલિબાન દ્વારા ગર્ભવતી મહિલા સાથે કરવામાં આવેલી ક્રુરતા ચોંકાવનારી છે. અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદી સંગઠન મહિલાઓ વિરુદ્ધ હિંસાની નવી ક્રૂર વાર્તાઓ લખી રહ્યું છે. તાજેતરની ઘટનામાં એક સગર્ભા મહિલા પોલીસકર્મીને પરિવાર સામે તાલિબાન આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાનુ નિગરા નામની મહિલા પોલીસકર્મીની તેના પતિ અને બાળકોની સામે ફિરોઝકોહમાં તેના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. એક વરિષ્ઠ અફઘાન પત્રકારે ટ્વીટ કરીને મહિલાની હત્યાની પુષ્ટિ કરી છે. તેણે પોતાના ટિ્વટમાં લખ્યું છે કે, “ધોર પ્રાંતમાં ગઈ રાત્રે ૧૦ વાગ્યે, એક મહિલા પોલીસ કર્મચારી નિગરાને તેના બાળકો અને પતિની સામે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. નિગરા ૬ મહિનાની ગર્ભવતી હતી, તેને તાલિબાનોએ ગોળી મારી દીધી હતી.
તાલિબાનોએ આ વાતને નકારી છે કે તેઓ મહિલા પોલીસ અધિકારી નિગરાની હત્યામાં સામેલ છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે બીબીસીને કહ્યુંઃ અમે આ ઘટનાથી વાકેફ છીએ અને હું ખાતરી કરી શકું છું કે તાલિબાને તેની હત્યા નથી કરી, અમારી તપાસ ચાલુ છે.
મુજાહિદે કહ્યું કે પોલીસકર્મીની હત્યા વ્યક્તિગત દુશ્મનાવટ અથવા કોઈ વસ્તુને કારણે થઈ હશે. સાક્ષીઓએ જણાવ્યું કે તાલિબાને શનિવારે મહિલાને તેના પતિ અને બાળકો સામે માર માર્યો અને ગોળી મારી, કારણ કે અન્ય લોકો તાલિબાન સામે બદલો લેવાના ડરથી બોલતા ડરતા હતા. તેઓએ કહ્યું કે શનિવારે ત્રણ બંદૂકધારીઓ ઘરે પહોંચ્યા અને પરિવારના સભ્યોને બાંધતા પહેલા મહિલાની શોધ કરી હતી.અહેવાલ અનુસાર, એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, તે અરબી બોલતા હતા.
સોશિયલ મીડિયા પરની તસવીરોમાં તેનો મૃતદેહ ફ્લોર પર પડેલો અને તેનો ચહેરો વિકૃત દેખાય છે. મૃતક મહિલા પોલીસ વિભાગમાં અધિકારી હતી તાલિબાનના કબજા પહેલા આ મહિલા અધિકારી જેલમાં પોલીસ અધિકારી તરીકે કામ કરતી હતી. પોલીસ અધિકારીની હત્યા અન્ય એક મહિલા કાર્યકર્તાની હત્યા બાદ થઈ છે, જેણે કાબુલમાં તાલિબાન શાસન હેઠળ રાજકીય અધિકારોની માંગમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ગયા શનિવારે તેને તાલિબાન લડવૈયાઓએ માર માર્યો હતો.HS