Western Times News

Gujarati News

તાલિબાને TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો

કાબુલ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ગુરૂવારે વીડિયો-શેરિંગ એપ TikTok અને Survival Shooter Player Undogs Battleground ગેમ સામે પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો. તાલિબાને કહ્યુ કે આ અફઘાનિસ્તાનના યુવાઓને ભટકાવી રહ્યુ છે.

ફોન એપ અફઘાનોની વચ્ચે લોકપ્રિય છે. તેમની પાસે મનોરંજન માટે અમુક જ આઉટલેટ્સ રહી ગયા છે કેમ કે કટ્ટર તાલિબાને ગયા વર્ષે સત્તામાં વાપસી કર્યા બાદ સંગીત, ફિલ્મ અને ટેલિવિઝન સીરિયલ પર પ્રતિબંધ લગાવી દીધો.

કેબિનેટે એક નિવેદનમાં કહ્યુ, એપ્સએ યુવા પેઢીને ભટકાવી દીધા, દૂરસંચાર મંત્રાલયએ તેમને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયને ટીવી ચેનલોને અનૈતિક સામગ્રી બતાવવાથી રોકવાનો પણ આદેશ આપ્યો છે. જોકે ચેનલ પર સમાચાર અને ધાર્મિક સામગ્રીથી પરે ઘણુ ઓછુ પ્રસારિત કરવામાં આવી રહ્યુ છે.

તાલિબાને ઓગસ્ટમાં સત્તામાં આવ્યા બાદ દાવો કર્યો કે ગયા શાસનકાળની સરખામણીએ તેઓ આ વખતે ઈસ્લામી શાસનનુ એક નરમ સંસ્કરણ લાગુ કરશે.

જોકે, ધીમે-ધીમે તાલિબાને સામાજિક જીવન પર પ્રતિબંધ લાગુ કરવાનુ શરૂ કરી દીધુ ખાસ કરીને મહિલાઓ પર પ્રતિબંધ લગાવ્યા. યુવતીઓ માટે માધ્યમિક સ્કુલ બંધ રહે છે અને મહિલાઓને કેટલીક સરકારી નોકરીઓ અને વિદેશ યાત્રા કરવાથી રોકી દેવાય છે. મહિલાઓને અફઘાન શહેરોની વચ્ચે પણ મુસાફરીની આઝાદી આપવામાં આવી નથી જ્યાં સુધી તેમની સાથે કોઈ વયસ્ક પુરુષ સંબંધી ના હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.