Western Times News

Gujarati News

તાલિબાને પશ્ચિમી દેશોને કહ્યું અમારા રૂપિયા આપો

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર હાલમાં આર્થિક ભીંસમાં મૂકાઈ ગઈ છે. તેણે સેન્ટ્રલ બેંક રિઝર્વ પાસેથી બિલિયન ડોલર્સ રિલીઝ કરવા માટે કહ્યું છે. અફઘાનિસ્તાન દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે જેના કારણે મોટા ભાગની પ્રજા ભૂખમરાથી પીડિત છે.

આ ઉપરાંત માઈગ્રેશન કટોકટી પણ ઊભી થઈ છે. યુએસ ફેડરલ રિઝર્વ અને યુરોપની અન્ય સેન્ટ્રલ બેંકોમાં અફઘાનિસ્તાનના કરોડો ડોલર સંપત્તિના રૂપમાં જમા છે, પરંતુ ઓગસ્ટમાં જ્યારથી આતંકી સંગઠન તાલિબાને દેશ પર કબજાે જમાવ્યો છે ત્યારથી તે રૂપિયા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

નાણા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકાર માનવ અધિકારોનું સન્માન કરે છે જેમાં મહિલાઓના ભણતરનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે ૧૯૯૬-૨૦૦૧ દરમિયાન અફઘાનિસ્તાનમાં પ્રથમ વખત તાલિબાનનું શાસન આવ્યું હતું ત્યારે મહિલાઓ પર ઘણા અત્યાચારો થયા હતા.

મહિલાઓના કામ કરવા અને ભણવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘરની બહાર નીકળે ત્યારે તેમની સાથે એક પુરૂષ સંબંધી હોવો ફરજીયાત કરી દેવામાં આવ્યું હતું. મંત્રાલયના પ્રવક્તા અહેમદ વલી હકમલે મીડિયાને જણાવ્યું હતું કે, તે રૂપિયા અફઘાનિસ્તાનના છે.

અમને અમારા રૂપિયા પાછા આપો. આ રૂપિયા રોકી રાખવા અનૈતિક છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાઓ વિરુદ્ધ પણ છે. સેન્ટ્રલ બેંકના એક ટોચના અધિકારીએ જર્મની સહિત યુરોપિયન દેશોને તેમના ભાગનું રિઝર્વ રીલિઝ કરીને અફઘાનિસ્તાનના આર્થિક રીતે ભાંગી પડતું બચાવી લે, નહીંતર યુરોપ તરફ માઈગ્રેશન વધી શકે છે.

અફઘાન સેન્ટ્રલ બેંકના બોર્ડ મેમ્બર શાહ મેહરાબીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ અત્યંત ભયંકર છે. જાે અફઘાનિસ્તાનને તે રૂપિયા આપવામાં નહીં આવે તો તેનાથી યુરોપને સૌથી મોટી અસર થશે. જાે લોકો પાસે ખાવા અનાજ નહીં હોય તો તેઓ મરણીયા બનશે. તેઓ યુરોપ તરફ આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.