તાલિબાને વધુ એક પ્રાંતની રાજધાની પર કર્યો કબજાે, જેલમાંથી ૭૩૦ કેદીઓને છોડી મુક્યા

Files Photo
કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે અને આતંકીઓએ જવઝાન પ્રાંતની રાજધાની શેબર્ગન શહેર પર કબજાે કરી લીધો છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના હટ્યા બાદ તાલિબાન સતત અફઘાનિસ્તાનમાં હુમલા કરી રહ્યું છે અને અત્યાર સુધી અનેક પ્રાંતમાં પોતાનો કબજાે જમાવી લીધો છે. એક સપ્તાહથી ઓછા સમયમાં વિદ્રોહીઓના હાથોમાં જનારી પાંચમી પ્રાંતીય રાજધાની છે.
જવઝાન પ્રાંતની રાજધાની શેબર્ગન શહેર પર કબજાે કર્યા બાદ તાલિબાનના જનરલ અબ્દુલ રશીદ દોસ્તમે જેલમાંથી ૭૦૦ પુરૂષો અને ૩૦ મહિલાઓને છોડી મુકી છે. આ સાથે તાલિબાન અન્ય ક્ષેત્રોને પોતાના નિયંત્રણમાં કરવા માટે આગળ વધી રહ્યું છે.
તખાર પ્રાંતના જનપ્રતિનિધિઓએ કહ્યું કે, તાલિબાન આતંકીઓએ રવિવારે ઉત્તરી તખાર પ્રાંતની રાજધાની તાલેકાન પર નિયંત્રણ કરી લીધુ. તેમણે કહ્યું કે તાલિબાને તે અંતિમ ક્ષેત્રો પર પણ નિયંત્રણ કરી લીધુ, જેને તેણે એક મહિનાની ઘેરાબંધી બાદ નિયંત્રિત ન કર્યું હતું. સાથે તાલિબાન વિદ્રોહીઓએ રવિવારે ઉત્તરી અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતની રાજધાનીના મોટાભાગને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે.
સાથે તાલિબાન વિદ્રોહીઓએ રવિવારે ઉત્તરી અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતની રાજધાનીના મોટાભાગ પર નિયંત્રણ કરી લીધું છે. પ્રાંતીય પરિષદના બે સભ્યોએ જણાવ્યું કે, તાલિબાને એક દિવસની લડાઈ બાદ ગવર્નર કાર્યાલય અને પોલીસ મુખ્યાલયને નિયંત્રણમાં લઈ લીધુ. તેમણે જણાવ્યું કે, તાલિબાને આ સાથે મુખ્ય જેલ ઇમારત પર પણ કબજાે કરી લીધો, જ્યાં તાબિલાનના સભ્યો સહિત ૫૦૦ કેદીઓને છોડી દીધા છે.
જાે કુંદુજ પ્રાંત તાલિબાનના નિયંત્રણમાં આવે છે તો તે તાલિબાન માટે મહત્વપૂર્ણ હશે. તે ૩૪૦૦૦૦ થી વધુ વસ્તી સાથે દેશના મોટા શહેરોમાંથી એક છે.
પ્રાંતીય પરિષદના સભ્ય ગુલામ રબાનીએ જણાવ્યુ કે વિદ્રોહીઓ અને સરકારી દળો વચ્ચે લડાઈ કુંદુજ એરપોર્ટ અને અન્ય ભાગમાં ચાલી રહી છે. કુંદુજ રણનીતિ જગ્યા પર સ્થિત છે, જ્યાંથી ઉત્તરી અફઘાનિસ્તાનની સાથે-સાથે લગભગ ૩૩૫ કિલોમીટર દૂર સ્થિત રાજધાની કાબુલ સુધી સારી પહોંચ છે. કુંદુજથી પ્રાંતીય પરિષદના અન્ય સભ્યએ કહ્યું કે, સેના માત્ર એરપોર્ટ અને મુખ્ય સેના બેરેકને નિયંત્રિત કરે છે અને તાલિબાન તે ક્ષોત્રો સિવાય કુંદુજના બધા ક્ષેત્રોને નિયંત્રિત કરે છે.