તાલિબાનોએ ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડ્યા, આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો

નવીદિલ્હી, અફઘાનિસ્તાન પર કબજાે કર્યા પછી તાલિબાને અસલી રૂપ બતાવવાનું શરુ કર્યું છે. તાલિબાનોએ સત્તા સંભાળતાં જ ભારત સાથે વ્યાપારિક વ્યવહાર બંધ કરી સંબંધો તોડી નાખ્યા છે અને ભારત સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાને જયારે સત્તા સંભાળી ત્યારે એવી વાતો કરી હતી કે, અફઘાનિસ્તાનમાં જેમ બધું ચાલતું હતું, તે રીતે જ ચાલશે. આ ધરતી પરથી અમે દુશ્મનાવટ નહીં કરીએ.
આ વાતને ત્રણ દિવસ થયા ત્યાં તાલિબાનોએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો અને કહ્યું, અફઘાનિસ્તાનમાં શરીયા કાયદો રહેશે અને તાલિબાને અગાઉ જેમ શાસન કર્યું હતું, તે રીતે જ શાસન કરશે. આ વાતને અમુક કલાકો થયા ત્યાં તાલિબાનોએ ભારત સાથે વ્યાપારિક વ્યવહારો બંધ કરવાની ઘોષણા કરી અને નિમ્ન માનસિકતા છત્તી કરી છે. તાલિબાને હવે ભારત સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલે ભારત શું વલણ અપનાવે છે, તે જાેવાનું રહ્યું.અશરફ ગની સરકારના કાર્યકાળમાં ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો ઘણાં સારા થઈ ગયા હતા. નવી દિલ્હીમાં અફઘાનમાં ઘણી વિકાસ પરિયોજનાને આકાર આપ્યો હતો. પરંતુ હવે પહેલાં જેવા સંબંધો રહેવાની શક્યતા ખૂબ ઓછી છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડૉ. અજય સહાયે તાલિબાનોએ આયાત-નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હોવાની વાત સ્વીકારી છે. ન્યૂઝ એજન્સી છદ્ગૈં સાથે વાત કરતાં ડૉ. સહાયે કહ્યું છે કે, તાલીબાનોએ અત્યારે દરેક કાર્ગો મુવમેન્ટ રોકી દીધી છે. આપણો મોટાભાગનો માલ પાકિસ્તાન થઈને જ સપ્લાય થાય છે. જેને હાલ રોકી દેવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમારી નજર છે, જેથી આપણે સપ્લાય શરૂ કરી શકીએ. પરંતુ તાલિબાનોએ અત્યારે આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ડૉ. અજય સહાયે કહ્યું છે કે, વેપારના મામલે ભારત અફઘાનિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે. વર્ષ ૨૦૨૧માં જ આપણી નિકાસ ૮૩૫ મીલિયન ડોલર હતી, જ્યારે આયાત ૫૧૦ મીલિયન ડોલર હતી. આયાત-નિકાસ સિવાય ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે ૪૦૦ યોજનાઓમાં ૩ બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.HS