તાલિબાનોની વાપસી આખી દુનિયા માટે ચિંતાનો વિષય છેઃ નસીરુદ્દીન

Twitter Photo
મુંબઇ, બોલીવુડ અભિનેતા અને અનેક વખત વિવાદોને કારણે ચર્ચામાં રહેતા નસીરુદ્દીન શાહે તાલિબાનને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે અફઘાનિસ્તાન પર તાલિબાનની વાપસી પુરી દુનિયા માટે ચિંતાનો વિષય છે સાથે તેમણે તાલિબાનોને સમર્થન કરતા મુસલમાનોની પણ ઝાટકણી કાઢતા કહ્યું છે
કે તમને ધર્મમાં બદલાવ જાેઇએ છે કે જંગલી રીતિરિવાજાે?. શાહની ઉર્દૂમાં રેકર્ડેડ કલીપ સામે આવી છે જેમાં તેઓ તાલિબાનને સમર્થન કરી રહેલાં લોકોની નિંદા કરી રહ્યા છે.
અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જાે કર્યો ત્યારથી અત્યાર સુધી આ મુદ્દો જ દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે. બોલીવુડના જાણીતા કલાકારો પણ તેમનો મત વ્યકત કરી રહ્યા છે. જાે કે હજુ પણ કેટલાંક કલાકારોએ તાલિબાન વિશે પોતાના વિચારો વ્યકત કર્યા નથી.
બોલીવુડના જાણીતા કલાકાર અને બેબાક નિવેદન માટે જાણીતા નસીરુદ્દીન શાહે એક નિવેદન જાહેર કરીને તાલિબાનને સમર્થન કરનારા ભારતીય મુસલમાનો પર સખત ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું કે હિંદુસ્તાનનું ઇસ્લામ અલગ છે.
નસીરુદ્દીન શાહે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોની વાપસી આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. કેટલાંક હિંદુસ્તાની મુસલમાન આ જંગલી લોકો માટે જશ્ન મનાવી રહ્યા છે જે ચિંતાની વાત છે અને ખતરનાક પણ. દરેક મુસલમાને પોતાની જાતને પુછવું જાઇએ કે શું તેમને ઇસ્લામનું આધુનિક સ્વરૂપ જાેઇએ છે પછી સદીઓ જુના જંગલિયાત વાળા રીતિ રિવાજ?