તાલિબાનો પર પંજશીરમાં અજ્ઞાત વિમાનનો હુમલો
પંજશીર, અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંત પર તાલિબાને કબ્જાે કર્યાના કરેલા દાવા વચ્ચે ગઈકાલે રાતે તાલિબાન પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલો સોશિયલ મીડિયા પર વહેતા થયા છે.
આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવાઈ હુમલાના કારણે તાલિબાનને ભારે નુકસાન થયુ છે પણ સવાલ એ ઉભો થયો છે કે, આ હવાઈ હુમલા કોણે કર્યા છે? અફઘાનિસ્તાનના મીડિયા અને પત્રકારોએ આપેલી જાણકારી પ્રમાણે તાલિબાન પર પંજશીરમાં અજ્ઞાત લડાકુ વમાનોએ હવાઈ હુમલા કર્યા છે.
આ વિમાનો તાલિબાન પર હુમલો કરીને ભાગ્યા હતા અને રેઝિસટન્સ ફોર્સના પ્રભુત્વવાળા વિસ્તારોમાં જતા રહ્યા હતા. આ હુમલા કોણે કર્યા છે રશિયાએ કે તાજિકિસ્તાને? તાલિબાનને જડબાતોડ જવાબ કોણે આપ્યો છે તે માટે પત્રકારો જે અટકળ લગાવી રહ્યા છે તેમાં તાજિકિસ્તાનનુ નામ મોખરે છે.
કારણકે નોર્ધન એલાયન્સના ચીફ અહેમદ મસૂદ હાલમાં તાજિકિસ્તાનમાં હોવાનો દાવો થઈ રહ્યો છે. તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યો ત્યારે કેટલાક સૈનિકો અને લડાકુ વિમાનો તાજિકિસ્તાનમાં પહોંચી ગયા હતા. તાજિકિસ્તાન સમયાંતરે નોર્ધન એલાયન્સ અ્ને તાલિબાન વિરોધી જૂથોની પડખે ઉભુ રહ્યુ છે.
જેના પગલે અજાણ્યા હવાઈ હુમલા પાછળ તેનુ નામ આવી રહ્યુ છે. અન્ય જે દેશો પર સવાલ થઈ રહ્યા છે તેમાં રશિયા અને ઈરાન પણ છે. તાજેતરમાં ઈરાને પાકિસ્તાન દ્વારા નોર્ધન એલાયન્સ પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ કરીને પાકિસ્તાનના કૃત્યને અન્ય દેશના મામલામાં હસ્તક્ષેપ ગણાવ્યુ હતુ. જાેકે આ પ્રકારનો દાવો પણ નબળો છે.
કારણકે ઈરાન અને રશિયાને તો તાલિબાને સરકાર બનાવવા માટેના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યુ છે. આમ છતા રશિયા જાે નોર્ધન એલાયન્સનો સાથ આપે તો તે હેરાન કરવાવાળી વાત નહીં હોય. કારણકે જે રીતે અમેરિકાએ તાલિબાનને દેશ સોંપી દીધો છે તેની ટીકા રશિયા કરી ચુકયુ છે.SSS