તાલિબાનો સામેના યુદ્ધમાં અમરુલ્લાના ભાઈનું મોત
કાબૂલ, અફઘાનિસ્તાનની પંજશીર વેલી તાલિબાનીઓની સત્તા સ્વીકારવા તૈયાર નથી અને આઝાદી માટે નિર્ણાયક યુદ્ધ લડી રહ્યું છે. પંજશીર વેલીમાં અહમદ મસૂદના નેતૃત્વવાળી નેશનલ રેજિસ્ટન્સ ફોર્સ અને તાલિબાની આતંકીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
આ દરમિયાન એક એહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યુદ્ધમાં અફઘાનિસ્તાનના કાર્યકારી પ્રેસિડન્ટ અમરુલ્લા સાલેહના ભાઇ રોહૂલ્લા સાલેહનું મોત થયું છે. જાેકે આ રિપોર્ટ પર કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે પંજશીર પર કબજાે લેવાના પ્રયત્નમાં તાલિબાનને પણ નુકસાન થઇ રહ્યું છે.
ઇરાની મીડિયા રિપોર્ટ મુજબ પંજશીર વેલીના અલગ-અલગ વિસ્તારોમાં પંજશીરની રેજિસ્ટન્સ ફોર્સ અને તાલિબાનીઓ વચ્ચે ગંભીર યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ગત રાતે કાર્યકારી પ્રેસિડન્ટ અમરુલ્લા સાલેહના ભાઇનું મોત થયું હતું. જાેકે તાલિબાને દાવો કર્યો છે કે તે પંજશીર વેલીના અનેક વિસ્તારો પર કબજાે કરી ચૂક્યું છે.
આ હેઠળ તાલિબાની આતંકીઓએ પંજશીર વેલીની એક લાયબ્રેરી પર કબજા કર્યો હોવાની ફોટો જાહેર કરી છે. આ એજ લાયબ્રેરી છે જ્યાંથી થોડા દિવસ પહેલા અમરુલ્લા સાલેહે એક વિડીયો મેસેજ કર્યો હતો.
તાલિબાની આતંકીઓ પણ એક સ્થળે બેઠેલા જાેવા મળી રહ્યા છે જ્યાં એ વિડીયો લેવામાં આવ્યો હતો. બીજી તરફ અહમજ મસૂદના સમર્થક માર્શલ દોસ્તમે તાજિકિસ્તાન અને ઉબ્જેકિસ્તાન સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ અપીલ કરી છે કે આતંકીઓવાળી અફઘાન સરકારને માન્યતા આપવામાં ઉતાવળ ના કરે. તેમનું કહેવુ છે કે જે કેબિનેટને તાલિબાને બનાવ્યું છે એમાં દુનિયાના ઇનામી આતંકીઓ મંત્રી પદે સામેલ છે.
આ યુદ્ધમાં તાલિબાને પંજશીરના લીડર મસૂદના અનેક ઠેકાણાઓ પર કબજાે કરી લીધો હોવાનો દાવો કર્યો છે. હાલમાં તાલિબાને એક વિડીયો શેર કર્યો છે જેમાં મસૂદના એક હથિયારોના મોટા જથ્થા પર તેઓ કબજાે કરી ચૂક્યા હોવાનો દાવો કર્યો છે. પંજશીરના એક મોટા વિસ્તાર પર કબજાે કરી તાલિબાન અહીં યુદ્ધ કરવા પર આવી ગયું છે અને હવે ઘરે ઘરે જઇને વિરોધીઓને શોધી રહ્યું છે. નેશનલ રેજિસ્ટન્સ ફોર્સનું કહેવુ છે કે તાલિબાની આતંકીઓએ અહીં લાખો લોકોની હત્યા કરી વિસ્તાર ખાલી કરી નાંખ્યો છે.SSS