તાલિબાન આતંકીઓની પાછળ પાકનો આશ્રય જવાબદાર : અમેરિકી સાંસદ
વોશિંગ્ટન: ભારતે હંમેશા માની રહ્યું છે કે પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદને આશ્રય આપે છે સંયુકત રાષ્ટ્ર સંધની સમક્ષ તેને લઇ અનેક પુરાવા પણ આપી ચુકયુ છે.હવે અમેરિકાએ પણ પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કરી દીધો છે ત્યાંના એક વરિષ્ઠ સાંસદે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના મૂડ જમાવવાની પાછળ પાકિસ્તાનમાં હાજર તેના સુરક્ષિત આશ્રયસ્થાનો છે.એ યાદ રહે કે એક દિવસ પહેલા જ બાઇડેન પ્રશાસને યુધ્ધગ્રસ્ત દેશથી ૧૧ સપ્ટેમ્બર સુધી પોતાના તમામ સૈનિકોને પાછા બોલાવવાની યોજનાની જાહેરાત કરી છે.
સીનેટ આર્મ્ડ સર્વિસ સમિતીના અધ્યક્ષ જૈ ક રીડે સંસદમાં કહ્યું કે તાલિબાનના સફળ થવામાં ખુબ મોટું યોગદાન આ તથ્ય છે કે તાલિબાનને પાકિસ્તામાં મળી રહેલ સુરક્ષિત આશ્રયસ્થાનોને ખતમ કરવામાં અમરિકા નિષ્ફળ રહ્યું છે. તાજેતરના એક અભ્યાસનો હવાલો આપતાં રીડે કહ્યું કે પાકિસ્તાનમાં તાલિબાનની સુરક્ષિત આશ્રયસ્થાન હોવા અને આઇએસઆઇ જેવા સંગઠનો દ્વારા ત્યાંની સરકારથી સમર્થન મળવું તાલિબાનના યુધ્ધને જારી રાખવા માટે આવશ્યક છે અને સુરક્ષિત
આશ્રયસ્થાનોને નષ્ટ નહીં કરવાનાની અમેરિકાની નિષ્ફળતા આ યુધ્ધમાં વોશિંગ્ટનની સૌથી મોટી ભુલ છે.
તેમણે કહ્યું કે જેવું કે અફગાન સ્ટડી સમૂહ(કોંગ્રેસના નિ્દેશ હેઠળ કાર્યરત)એ કહ્યું કે આતંકવાદ માટે તે આશ્રયસ્થાન જરૂરી છે. આ ઉપરાંત પાકિસ્તાનની આઇએસઆઇએ તકનો લાભ ઉઠાવવા માટે અમેરિકાની સાથે સહયોગ કરતા તાલિબાનની મદદ કરી. રીડે કહ્યું કે ૨૦૧૮ના આકલન અનુસાર પાકિસ્તાન પ્રત્યક્ષ સૈન્ય અને ગુપ્ત સહયોગ પ્રદાન કર્યું જેનું પરિણામ અમેરિકી સૈનિક અફગાન સુરક્ષા દળના જવાન અને નાગરિક માર્યા ગયા તથા અફધાનિસ્તાનમાં ખુબ તબાહી થઇ તેમણે કહ્યું કે તાલિબાનને આ સમર્થન પાકિસ્તાન દ્વારા અમરકાના સહયોગના વિરોધાભાસી છે તેમણે પોતાના હવાઇ ક્ષેત્ર અને અન્ય અવસંરચનાઓના ઉપયોગની પણ મંજુરી આપી જેના માટે અમેરિકાને ખુબ આર્થિક મદદ કરી છે.
રીડે કહ્યું કે અફગાન સ્ટડી સમૂહ અનુસાર પાકિસ્તાને બંન્ને તરફ લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તેમણે એ પણ કહ્યું કે પાકિસ્તાન આ બધાની સાથે ખુદ પણ નબળુ થઇ રહ્યું છે અને પરિમાણુ હથિયાર સંપન્ન હોવાના કારણે આ ખતરનાક છે રીડ અનુસાર આ બધાની ઉપર પાકિસ્તાનનો પોતાના પડોસી દેશ ભારતથી લાંબા સમયથી સંધર્ષ ચાલી રહ્યો છે અને ભારત પણ પરમાણુ હથિયારોથી સંપન્ન દેશ છે. તેમણે કહ્યું કે અફગાનિસ્તાનથી અમેરિકા અને તેના ગઠબંધન સહયોગીના સૈનિકોની વાપસીના નિર્ણય પાછળ એક કારણ છે કે તે એવી અફગાન સરકારની રચના કરાવી શકયુ નહીં જે જનતાનો વિશ્વાસ હાંસલ કરી શકે અને શહેરોથી પર જઇ સુરક્ષા શિક્ષણ આરોગ્ય તથા ન્યાય સહિત બનુયાદી સેવાઓ પ્રદાન કરી શકે. અમેરિકાએ ૧૧ સપ્ટેમ્બર સુધી સૈનિકો પાછા બોલાવશે