તાલિબાન આ વખતે ઘણા પોઝિટિવ માઈન્ડસેટની સાથે આવ્યા છે: શાહિદ આફ્રિદી

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની કિક્રેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ એક વખત ફરી તાલિબાનની પ્રશંસા કરી છે. તેનું કહેવું છે કે આ વખતે ઘણો ફેરફાર દેખાઈ રહ્યો છે, તાલિબાન મહિલાઓને કામ કરવા દે છે અને ક્રિકેટને પણ પસંદ કરી રહ્યા છે. આફ્રિદીએ વધુમાં જણાવ્યું હતું કે તાલિબાન આ વખતે ઘણા પોઝિટિવ માઈન્ડસેટની સાથે આવ્યા છે, આ ચીજાે પહેલાં ક્યારેય જાેવા મળી નહોતી. મહિલાઓને કામ કરવા સિવાય રાજકારણમાં પણ આવવાની પરવાનગી મળી રહી છે.
પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડરે કહ્યું હતું કે તાલિબાન ક્રિકેટને સપોર્ટ કરી રહ્યા છે, શ્રીલંકાની સ્થિતિના કારણે આ વખતે સિરીઝ થઈ નથી.
જાેકે તાલિબાન ક્રિકેટને સપોર્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે શાહિદ આફ્રિદી આ પહેલાં પણ તાલિબાનને લઈને સકારાત્મક નિવેદન આપી ચૂક્યો છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પણ તેમનાં ઘણાં નિવેદન વિવાદાસ્પદ રહ્યાં છે. તાજેતરમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં યોજાઈ રહેલી ક્રિકેટ પ્રીમિયર લીગનું પણ આફ્રિદીએ સમર્થ કર્યું હતું.
પાકિસ્તાન પણ પહેલેથી તાલિબાનનું સમર્થક રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, જે પોતે ક્રિકેટર રહ્યા છે તેમને સરકારમાં આવતાં પહેલાં ઘણા પ્રસંગે તાલિબાનની પ્રશંસા કરી હતી. હાલે તેઓ એક વડાપ્રધાન તરીકે પણ તાલિબાનનું સમર્થન કરે છે. બીજી તરફ, તાલિબાને પણ પાકિસ્તાનનેે પોતાનું બીજા ઘર ગણાવ્યું છે. જાેકે ભારત-પાકિસ્તાનના મુદ્દા પર તાલિબાને કહ્યું છે કે બંને દેશોના પરસ્પરના વિવાદમાં અફઘાનિસ્તાનને ન ઘસેડવામાં આવે અને વાતચીત કરીને મુદ્દાઓને હલ કરવામાં આવે.
શાહિદ આફ્રિદીના આ નિવેદન પર બબાલ થઈ ગઈ છે. ભારતની સાથે-સાથે પાકિસ્તાનના લોકોએ પણ આ પૂૂર્વ ઓલરાઉન્ડરની ભારે ટીકા કરી છે. એક યુઝર્સે તો આફ્રિદીને તાલિબાનના વડાપ્રધાન બનવાની સલાહ આપી છે.શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ૩૯૮ વનડે, ૯૯ ટી-૨૦ અને ૨૭ ટેસ્ટ મેચ રમી છે. તે એક આક્રમક બેટ્સમેન અને એક સારા બોલર તરીકે ખૂબ જ પોપ્યુલર રહ્યો હતો.HS