તાલિબાન ઈસ્લામના સિદ્ધાંતો પ્રમાણે સારી સરકાર ચલાવશે: ફારૂખ અબ્દુલ્લા

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના પર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાનું એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું છે કે, તાલિબાન ઈસ્લામના સિદ્ધાંતો પ્રમાણે સારી સરકાર ચલાવશે. રસપ્રદ વાત એ છે કે ધર્મ નિરપેક્ષ દેશોના નેતા ફારૂખ અબ્દુલ્લા ઈસ્લામ સિદ્ધાંતવાળી સરકારનું સમર્થન કરી રહ્યાં છે.
લોકસભાના સાંસદ ડૉ. ફારૂખ અબ્દુલ્લાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું, “અફઘાનિસ્તાન એક અલગ દેશ છે. તેમણે હવે દેશને સંભાળવાનો છે. હું એવી આશા રાખુ છુ કે દરેક સાથે ન્યાય કરશે અને સારી સરકાર ચલાવશે. ઈસ્લામિક સિદ્ધાંતો પ્રમાણે સારી સરકાર ચલાવશે. તેમણે પ્રયાસ કરવો જાેઈએ કે દરેક દેશ સાથે સારા સંબંધો બનાવે.”
તાલિબાને મંગળવારે જાહેરાત કરી કે મુલ્લા મોહમ્મદ હસન અખુંદ અફઘાનિસ્તાનની નવી સરકારના નેતા હશે. આ ર્નિણય રાજધાની કાબુલ સહિત અફઘાનિસ્તાનના મોટાભાગના ભાગો પર ઉગ્રવાદી ઈસ્લામિક જૂથના શાસન કર્યાના બે અઠવાડિયા બાદ આવ્યો છે. અખુંદ અત્યારે તાલિબાનના ર્નિણય લેનારા શક્તિશાળી શરીર રેહબારી શૂરા અથવા નેતૃત્વ પરિષદના પ્રમુખ છે. તેઓ તાલિબાનના જન્મસ્થાન કંધાર સાથે સંબંધ રાખે છે અને સશસ્ત્ર આંદોલનના સંસ્થાપકોમાંના એક છે.HS