Western Times News

Gujarati News

તાલિબાન દ્વારા નવી સરકાર બનાવવાની રુપરેખા પર કામ થઈ રહ્યુ છે

કાબુલ, તાલિબાને કહ્યું કે અફઘાનિસ્તાનમાં નવી સરકારનું એલાન આવનારા બે દિવસમાં કરી દેવામાં આવશે.આતંકી સંગઠને કહ્યું કે ૨ અઠવાડિયા સુધી તમામ હિતધારકોની સાથે વાતચીત કર્યા બાદ તમામ ઔપચારિક વસ્તુઓ પુરી થઈ ચૂકી છે. આની પહેલા સંગઠને એલાન કર્યુ ગતુ કે અફઘાનિસ્તાનમાંથી તમામ વિદેશી સૈનિકોની વાપસી બાદ યુદ્ધગ્રસ્ત દેશમાં સરકાર બનાવવા માટે એલાન કરવામાં આવશે. સોમવારે મોડી રાતે અફઘાનિસ્તાનથી અમેરિકાની છેલ્લી ટુકડી જતી રહી છે.

મનાઈ રહ્યું છે કે તાલિબાન દ્વારા નવી સરકાર બનાવવાની રુપરેખા પર કામ થઈ રહ્યુ છે આ માટે કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સમારોહ માટે તૈયારીઓ જાેર શોર પર છે. મળતી માહિતી મુજબ તાલિબાનની નવી સરકારના ગઠનના પ્રસંગ પર ભારત સહિત અનેક દેશોના પ્રમુખોને નિમંત્રણ મોકલવામાં આવશે.

કતારમાં તાલિબાનના રાજનીતિક કાર્યાલયના ડેપ્ટી પ્રમુખ શેર અબ્બાસ સ્તાનિકજઈએ આ વાતની ખરાઈ કરી નવી સરકારમાં તમામ અફઘાન જાતીય ગ્રુપોના પ્રતિનિધિત્વ હશે. તેમણે કહ્યું કે જે લોકોને ૨૦૦૧માં અમેરિકન કબ્જાવાળી કેબિનેટમાં સેવા આપી છે. તેમને નવી કેબિનેટમાં જગ્યા નહીં આપવામાં આવે.

શેર અબ્બાસ કંધારમાં તાલિબાનની નેતાઓની વચ્ચે ત્રણ દિવસ સુધી ચાલતી બેઠરને ખતમ થયા બાદ બોલી રહ્યા હતા. આ વાતચીત દરમિયાન તાલિબાનના સુપ્રીમ લીડર હૈબતુલ્લાહ અખુંદઝાદાએ કરી અને તેમાં પ્રમુખ તાલિબાની નેતાઓએ ભાગ લીધો.

જેમાં તાલિબાનના સંસ્થાપક મુલ્લા મોહમ્મદ ઉમરના દીકરા મુલ્લા યાકુબ અને હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાજુદ્દીન હક્કાની શામેલ થયા. તાલિબાનના સૂત્રોએ જણાવ્યું કે નવી સરકારમાં પશ્તૂનો ઉપરાંત તાજિક, હજારા, ઉજ્બેક અને અન્ય જાતિય ગ્રુપના નવા યુવાન ભણેલા ગણેલાને જગ્યા આપવામાં આવશે.

સરકારના રુપની જાણકારી આપ્યા વગર સ્તાનિકજઈએ કહ્યું કે નવી સરકારમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. તેમણે એ વાત સ્પષ્ટ નથી કરી કે શું મહિલાઓને મંત્રી પદ જેવા ઉચ્ચ સ્થાનો પર જગ્યા આપવામાં આવશે.

તાલિબાની નેતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે કહ્યું કે તે નવા અફઘાન સરકારને માન્યતા આપે. કેમ કે ૪૦ વર્ષમાં એવું પહેલી વાર થઈ રહ્યું છે કે દેશમાં શાંતિપૂર્વક સરકારનું ગઠન થશે. સ્તાનિકજઈએ કહ્યું કે તમામ અફગાન એકજૂથ છે અને અમને આશા છે કે અમેરિકા, યુરોપિયન યૂનિયન અને દૂનિયાના બાકી દેશો અમારી સરકારને માન્યતા આપશે. તેમણે આગળ કહ્યું કે દોહામાં વિદેશી દૂતો સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.