તાલિબાન ભારત સાથે હાથ મિલાવવા કેમ તલપાપડ ?
નવી દિલ્લી: તાલિબાનને ભારત સાથે દોસ્તીમાં ખૂબ રસ છે એટલે જ તાલિબાનની ભાષા ભારતને લઈને બદલાઈ ગઈ છે. અમેરિકા અફઘાનિસ્તાનથી પાછું ફરી રહ્યું છે. ચીન પોતાના નાગરિકોને તાત્કાલિક અફઘાનિસ્તાન છોડવાનું કહી રહ્યું છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનની સીમા ફરતે તાર લગાવી રહ્યું છે અને બીજી બાજુ તાલિબાન ભારત સાથે સારા સંબંધની આશા રાખી રહ્યું છે. આવું કેમ? આવો જાણીએ. અમેરિકા અફઘાનિસ્તાનથી પાછું ફરી રહ્યું છે. ચીન પોતાના નાગરિકોને તાત્કાલિક અફઘાનિસ્તાન છોડવાનું કહી રહ્યું છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનની સીમા ફરતે તાર લગાવી રહ્યું છે
બીજી બાજુ તાલિબાન ભારત સાથે સારા સંબંધની આશા રાખી રહ્યું છે. અફઘાનિસ્તાનને ભલે અમેરિકા છોડી દે પરંતુ તાલિબાન એ સારી રીતે જાણે છે કે ભારત અફઘાનિસ્તાનનો સાથ ક્યારેય નહીં છોડી શકે. તાલિબાનને ભારત સાથે દોસ્તીમાં ખૂબ રસ છે એટલે જ તાલિબાનની ભાષા ભારતને લઈને બદલાઈ ગઈ છે. જે તાલિબાન અમેરિકા અને પાકિસ્તાન સામે બાંયો ચઢાવે છે. તે તાલિબાન ભારત સાથે દોસ્તીનો રાગ આલાપી રહ્યું છે. તાલિબાને કહ્યુ છે કે તે પોતાના પાડોશી દેશ સાથે શાંતિપૂર્વક રહેવા માંગે છે.
ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકર પણ હાલમાં બેથી ત્રણ વખત કતરના પ્રવાસે ગયા હતાં અને કહેવાય છે કે તેમણે તાલિબાનના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતને કારણે પાકિસ્તાનના પેટમાં પણ તેલ રેડાયું છે. ઈમરાન ખાનના સલાહકાર મોઈદ યુસુફે ભારતની આ મુલાકાતથી ઝેર ઓક્યું છે, તેણે કહ્યુ કે ભારતે તાલિબાન સાથે બેઠક કરી તે શરમજનક ઘટના છે.