તાલિબાન સાથે મળીને પાકે ભારત વિરોધી ષડયંત્ર રચ્યું
ઈસ્લામાબાદ: અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીથી પાકિસ્તાનને હવે પોતાના નાપાક મનસૂબાને અંજામ આપવાની પૂરેપૂરી તક મળી ગઈ છે. પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ એટલે કે આઈએસઆઈએ અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા નિર્મિત સંપત્તિઓને નિશાન બનાવવાનના નિર્દેશ આપ્યા છે. આઈએસઆઈએ તાલિબાનમાં સામેલ થયેલા પાકિસ્તાની આતંકીઓને કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા નિર્મિત સંપત્તિઓ પર હુમલો કરવામાં આવે. તાલિબાને અફઘાનિસ્તાનના મોટા ભાગના હિસ્સા પર પોતાનો કબજાે જમાવ્યો છે
અફઘાન સેના સતત તેની સામે નબળી સાબિત થઈ રહી છે. પાકિસ્તાન પણ તાલિબાનની મદદ કરી રહ્યું છે જેથી કરીને તેના સહારે તે ભારતને અફઘાનિસ્તાનથી દૂર કરી શકે. ભારત સરકારે છેલ્લા બે દાયકાથી અફઘાનિસ્તાનના પુર્નનિર્માણના પ્રયત્નમાં ૩ બિલિયન અમેરિકી ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. જેમાં ડેલારામ-જરાંજ સલમા બંધ વચ્ચે ૨૧૮ કિમીનો રસ્તો અને અફઘાન સંસદ ભવન જેું ઉદ્ધાટન ૨૦૧૫માં કરાયું હતું તે પણ સામેલ છે. અફઘાનિસ્તાનની નિગરાણી કરતા સરકારી સૂત્રોએ જણાવ્યું કે અશરફ ગનીના નેતૃત્વવાળી અફઘાનિસ્તાન સરકાર વિરુદ્ધ તાલિબાનના હુમલાનું ખુલીને સમર્થન કરવા માટે ૧૦ હજારથી વધુ પાકિસ્તાનીઓ અફઘાનિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાની
તાલિબાન આતંકીઓને ખાસ નિર્દેશ સાથે ભારત સરકાર દ્વારા નિર્મિત સંપત્તિઓને નિશાન બનાવવા અને ત્યાં ભાતરીય સદભાવનાના કોઈ પણ સંકેતને મિટાવવા માટે મોકલવામાં આવ્યા છે. ભારતે અફઘાનિસ્તાનમાં શિક્ષણ ક્ષેત્રે ખુબ મોટું યોગદાન આપ્યું છે. ભારતે શિક્ષકો અને સહાયક કર્મચારીઓને તાલિમ આપવામાં એક મોટી ભૂમિકા ભજવી છે. હક્કાની નેટવર્ક સહિત પાકિસ્તાન સમર્થિક ઈસ્લામિક આતંકવાદી સમૂહ ત્યાં ભારત વિરુદ્ધ વર્ષોથી ખુબ સક્રિય છે. ભારત હવે આ મુદ્દે પણ અસમંજસમાં છે કે શું તેને કાબુલમાં પોતાની હાજરી રાખવા માટે મંજૂરી મળશે? કારણ કે હજુ સુધી અત્યંત કટ્ટરપંથી ઈસ્લામી સમૂહ દ્વારા કોઈ આશ્વાસન કે સંકેત આપવામાં આવ્યા નથી, જેને ભારતના વિરોધ તરીકે જાેવામાં આવ્યું છે.