તાલિબાન સામે જંગ માટે પંજશીરના યોદ્ધાઓ સજ્જ

પંજશીર, અફઘાનિસ્તામાં સત્તા મેળવનાર તાલિબાન સામે નોર્ધન એલાયન્સના લડાકુઓ ઝુકવા માટે તૈયાર નથી. નોર્ધન એલાયન્સનો ગઢ મનાતા પંજશીર પ્રાંતમાં તાલિબાન સામે જંગ લડવા માટે ભારે તૈયારીઓ થઈ છે. નોર્ધન એલાયન્સે ગઈકાલે દાવો કર્યો હતો કે, પંજશીર પર કબ્જાે કરવાનો પ્રયાસ કરનારા તાલિબાનના ૩૫૦ આતંકીઓને ઢાળી દેવાયા છે.
હવે મળતી વિગતો પ્રમાણે નોર્ધન એલાયન્સ દ્વારા જંગ લડવા માટે મોટા પાયે તૈયારીઓ કરાઈ છે. પંજશીર પ્રાંતમાં એક સ્ટેડિયમને દારૂગોળાથી ભરી દેવામાં આવ્યુ છે. નોર્ધન એલાયન્સ પાસે બે હેલિકોપ્ટર પણ છે.
તાલિબાનનો આ એક માત્ર પ્રાંત પર હજી કબ્જાે થયો નથી અને તાલિબાન તેને પણ કાબૂમાં લેવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યુ છે. જાેકે તાલિબાનનો દાવો છે કે, અમે પંજશીરને ચારે તરફથી ઘેરી લીધુ છે પણ હકીકતમાં તાલિબાનના હુમલાઓને અત્યાર સુધી અહીંયા જાેઈએ તેવી સફળતા મળી નથી. હજારોની સંખ્યામાં એન્ટી તાલિબાન લડાકુઓ પંજશીરમાં એકઠા થઈને તાલિબાનને જવાબ આપી રહ્યા છે.
જાેકે પંજશીર માટે ખતરો એ વાતનો છે કે, તાલિબાન પાસે અમેરિકાના ઘાતક હથિયારો આવી ગયા છે અને તેનો ઉપયોગ તે પંજશીર પર હુમલા માટે કરી શકે છે.
દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં જાેઈ શકાય છે કે, પંજશીરના સ્ટેડિયમમાં દારૂગોળાનો ભંડાર એકઠો કરાયો છે. લડાઈ માટેના વાહનોનો જમાવડો કરવામાં આવ્યો છે. પંજશીર ખીણની ચારે તરફ કિલ્લેબંધી કરવામાં આવી છે. નોર્ધન એલાયન્સનુ કહેવુ છે કે, અમે લાંબો સમય સુધી અહીંયા પકડ બનાવીને રાખવા માટે સક્ષમ છે. અમારી પાસે સોવિયત રશિયાના સમયના અને ૧૯૯૦ના દાયકામાં તાલિબાન સામે લડવા માટે વપરાયેલા હથિયાર પડ્યા છે.SSS