તાલીબાની આતંકવાદીઓ પાકિસ્તાનમાં વસવાટ કરે છે : પાક.ગૃહમંત્રી રશીદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Pak-Home-Minister-Rashid-1024x576.jpg)
ઇસ્લામાબાદ: એક દુર્લભ કબૂલાતમાં પાકિસ્તાનના એક વરિષ્ઠ પ્રધાને કબૂલ્યું છે કે અફઘાનિસ્તાનના તાલિબાન આતંકવાદીઓના પરિવારો પાકિસ્તાનમાં વસવાટ કરે છે. ગૃહ પ્રધાન શેખ રશીદે, જેમણે ઘણી વાર પોતાની કડક ટિપ્પણી કરીને પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મૂકી દે છે, તેમણે કહ્યું હતું કે આતંકીઓના પરિવારો પાટનગરના લોકપ્રિય શહેરમાં રહેતા હોય છે અને કેટલીકવાર આ આતંકવાદી સંગઠનના સભ્યો સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર પણ લે છે.
ઇસ્લામાબાદ અફઘાન નેતાઓ દ્વારા લગાવવામાં આવતા આરોપોનો સતત ઇનકાર કરે છે કે તાલિબાન બળવાખોરો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પાકિસ્તાની ધરતીનો ઉપયોગ કરે છે. ઇન્ટરવ્યુમાં શેખ રશીદે કહ્યું હતું કે, તાલિબાન પરિવારો અહીં પાકિસ્તાનમાં રહે છે. તેઓ રાવત, લોઈ બેર, બારા કહુ અને તરણોલ જેવા વિસ્તારોમાં રહે છે.
કેટલીકવાર તેમના મૃતદેહ અહીં આવે છે અને કેટલીકવાર તેઓ અહીં હોસ્પિટલોમાં સારવાર માટે આવે છે. આવા મોટા નેતા અને મંત્રી માટે આ સત્યને સ્વીકારવું ખૂબ જ દુર્લભ છે.રાશિદે કહ્યું કે ભૂતપૂર્વ સૈન્ય સરમુખત્યાર પરવેઝ મુશર્રફ દુશ્મનના વિસ્તારોમાં ડ્રોન હુમલાઓને અસરકારક માનતા હતા
જે પાકિસ્તાની સેનાની પહોંચથી દૂર હોય. તાલિબાન આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની સરકાર વિરુદ્ધ હુમલા વધુ તીવ્ર કર્યા છે.૧ મેથી યુએસના નેતૃત્વ હેઠળના આંતરરાષ્ટ્રીય સેના હટી ગયા બાદ આવું થઈ રહ્યું છે. ગયા અઠવાડિયે જ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે તેમનો દેશ યુએસને તાલિબાન વિરુદ્ધ તેની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે.