તાલીબાનોની સામે પંજશીર યોધ્ધાનો પ્રહાર, ૩૦૦ ઠાર કર્યા
એકમાત્ર પ્રાંત પંજશીર જ છે જ્યાં તાલિબાનની વિરુદ્ધ નવું નેતૃત્વ ઊભું થઈ રહ્યું છે અને જેઓ તાલિબાનની સત્તાને સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે
કાબુલ, અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પર પંજશીર ઘાટીને બાદ કરતાં તમામ વિસ્તારમાં તાલિબાનનો કબજાે છે. હવે તાલિબાન પંજશીર પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. તાલિબાના ફાઇટરો ભારે હથિયારો સાથે પંજશીર પર હુમલો કરવા પહોંચી ગયા છે. તાલિબાને ચેતવણી આપી છે કે જાે શાંતિપૂર્ણ રીતે અહમદ મસૂદની સેનાએ સરેન્ડર નહીં કરે તો તેમની પર હુમલો કરવામાં આવશે. જાેકે, અહમદ મસૂદે સરેન્ડર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે અને યુદ્ધ માટે પડકાર ફેંક્યો છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે પંજશીરના ફાઇટરોએ તાલિબાન પર રસ્તામાં ઘાત લગાવીને હુમલો કર્યો.
આ હુમલામાં તાલિબાનના ૩૦૦ ફાઇટરોને મોતને ઘાટ ઉતારી દીધા છે. તાલિબાને અફઘાનિસ્તાનના ૩૩ પ્રાંતો પર કબજાે કરી દીધો છે. માત્ર એક પંજશીર પ્રાંત જ એવો છે જ્યાં તાલિબાનની સત્તા નથી. પંજશીરની નજીક આવેલા બગલાન પ્રાંતના અંદરાલ જિલ્લામાં ગત મોડી રાત્રે મોટી સંખ્યામાં તાલિબાની ફાઇટરોએ હુમલો કર્યો હતો. અહીં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હુમલાને જાેતાં બગલાનના દેહ-એ-સલાહ જિલ્લામાં વિદ્રોહી ફાઇટરોને એકત્ર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. મૂળે, પંજશીરમાં અહમદ શાહ મસૂદના દીકરા અહમદ મસૂદ અને પોતાને અફઘાનિસ્તાનના કેરટેકર રાષ્ટ્રપ્રમુખ જાહેર કરી ચૂકેલા અમરૂલ્લાહ સાલેહ તાલિબાનને જાેરદાર ટક્કર આપી રહ્યા છે. એકમાત્ર પ્રાંત પંજશીર જ છે જ્યાં તાલિબાનની વિરુદ્ધ નવું નેતૃત્વ ઊભું થઈ રહ્યું છે, જેઓ તાલિબાનની સત્તાને સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે.
હમદ મસૂદના પિતા અહમદ શાહ મસૂદ પણ તાલિબાન સામે હંમેશા લડતા રહ્યા. તેમણે તો અફઘાનિસ્તાનથી સોવિયત સંઘને પણ બહાર કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. અહમદ શાહ મસૂદની હત્યા વર્ષ ૨૦૦૧માં તાલિબાન અને અલ-કાયદાના ફાઇટરોએ કરી હતી. પંજશીરના લોકોનું કહેવું છે કે તેઓ તાલિબાની તાકાતોની વિરુદ્ધ મુકાબલો કરશે. અહીંના લોકોને તાલિબાનનો ડર નથી. નોંધનીય છે કે, પંજશીર ઘાટીની વસ્તી માત્ર ૨ લાખ છે. કાબુલના ઉત્તરમાં આ વિસ્તાર માત્ર ૧૫૦ કિલોમીટર દૂર છે. ૭૦ અને ૮૦ના દશકમાં એક સમય એવો આવ્યો જ્યારે તાલિબાને પંજશીર ઘાટીને જીતવા માટે તમામ જાેર લગાવી દીધું હતું. તેમ છતાં તેમને પંજશીરમાં સફળતા ન મળી. આ દરમિયાન જ્યારે સોવિયત સૈનિકોએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે પણ પંજશીરના ફાઇટરોએ તેમને પછાડી દીધા. તાજિક સમુદાયના રહેવાસી લોકો ચંગેજ ખાનના વંશજ છે. આ સમુદાય સતત તાલિબાનીઓ માટે પડકાર ઊભો કરતો રહ્યો છે.SSS