Western Times News

Gujarati News

તાલીબાન ભારત-પાકિસ્તાન વિવાદમાં હસ્તક્ષેપ નહીં કરે

બંને દેશોની પરસ્પરની સમસ્યા છે, તાલિબાન તેમાં કોઈ ભૂમિકા નિભાવશે નહિ: તાલીબાનના પ્રવક્તાની સ્પષ્ટતા

કાબુલ, અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અફરાતફરીની વચ્ચે તાલીબાની પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે કહ્યું કે અમે ભારતની સાથે સારો સંબંધ બનાવવા માંગીએ છીએ. તમામ રાજદૂત અહીં સુરક્ષિત રહેશે. કોઈએ પણ દેશ છોડીને જવાની જરૂર નથી. તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે અમે ભારત સાથે સારો અને મજબૂત સંબંધ ઈચ્છીએ છીએ. તમામ રાજદૂત અહીં સુરક્ષિત રહેશે. કોઈએ પણ દેશ છોડવાની જરૂર નથી. એક તરફ તાલિબાનને ભારત સાથે સારો સંબંધ જાેઈએ છીએ, બીજી તરફ ભારત-પાકિસ્તાનના તણાવ અંગે તેને કઈ જ કહેવું નથી. તાલિબાને ભાર આપતા કહ્યું કે તેણે ભારત-પાકિસ્તાન વિવાદમાં હસ્તક્ષેપ કરવો નથી. બંને દેશોની પરસ્પરની સમસ્યા છે. તાલિબાન તેમાં કોઈ ભૂમિકા નિભાવશે નહિ.

પડોશી હોવાના સંબંધે ભારતે હમેશા કહ્યું છે કે તે અફઘાનિસ્તાનમાં લોકશાહીને સશક્ત કરવામાં અને શાંતિ સ્થાપિત કરવામાં મહત્ત્વનું યોગદાન નિભાવી શકે છે. જાેકે તાલિબાને સતત આ પહેલનો વિરોધ કર્યો છે. આ કારણે જ્યારે તાલિબાન ભારત સાથે સારા સંબંધની વાત કરે છે તો તેની દાનત પર ઘણા પ્રકારના સવાલ સર્જાય છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાનના ભવિષ્ય પર વિગતે વાત કરી છે. કહ્યું કે તાલિબાન રાજમાં મહિલાઓને ભણવા માટે તક આપવામાં આવશે. તે બહાર જઈને કામ પણ કરી શકશે. બસ શરત એટલી છે કે તમામ મહિલાઓ શરિયાનું સખ્ત રીતે પાલન કરશે. સાથે જ તેમણે બુરખો ફરજિયાત પહેરવો પડશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.