વિરપુર તાલુકા પંચાયત કર્મચારીઓના ૪૦ રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યા
વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં એક સાથે આઠ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે વિરપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વિરપુર આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ તેમજ ત્રણ પ્રથામીક આરોગ્ય કેન્દ્રો પર દિવસ દરમ્યાન ૧૦૦ થી વધારે રેપીડ અને આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
જે દરમિયાન વિરપુર તાલુકામાં ૭૦ જેટલા રીપીડ અને RTPCR ૧૪ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં વિરપુર નગરમાં સાત જેટલા પોઝિટિવ અને સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે ઉપરાંત વિરપુર તાલુકા પંચાયત ૪૦ જેટલા રીપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં તમામ કર્મચારીઓના નેગેટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ માટે સારા સમાચાર છે…