Western Times News

Gujarati News

તાળાંની ચાવી 

 

શું કરવું ? પરત ફરવાનો એ શુભ દિવસ તેમના માટે નજીક આવતો જતો હતો અને કૌશલ તથા કામિનીની મૂંઝવણમાં વધારો થતો હતો. નિર્ણય લઇ શકાતો ન હતો ઘરમાં બધા જ કોઈ સાથે કંઈ બોલતું ન હતું અવરજવર, ઉઠબેસ તમામ ચૂપચાપ નીરવ શાંતિમાં પણ બંનેને ખબર હતી કે બંનેના મનમાં શું ગડમથલ ચાલી રહેલ છે કે એકબીજાની સામે જોવાઈ જતું હતું તે સમયે એકબીજાની આંખો મળતી.

એ વખતે પણ એમના ચહેરા પર એ પ્રકારનાં મનોભાવ ઉપસ્થિત થતા હતા વાતાવરણમાં પણ એક પ્રકારનો મનોભાવ ઉપસ્થિત થતા હતાં. અને વાતાવરણમાં પણ એક પ્રકારનો ભાર જણાતો હતો. અને આ સ્થિતિ લાંબો સમય ચાલવાની નથી. કંઈક ઉકેલ તો લાવવો જરૂરી હતો, કારણ પરત ફરવાની તારીખ ધીમે ડગલે નજીક આવી રહી હતી.

પિતા સામે નજર મિલાવવાથી આમાં કંઈ સૂઝે તેમ ન હતું. કૌશલે એક બે વખત એવો પ્રયત્ન કરી પણ જોયો હતો. એમની ધારણા બહાર અચાનક આવી પડેલી ઘટનાએ જાણે એમને અવાચક કરી મૂક્યા હોય તેમ જણાતું હતું. આ જ પરિસ્થિતિમાં કોઈક વખત એક કૌશલ કે કોઈ સમયે કામિની સામે એ પ્રમાણે જોઈ લે જાણે કોઈ અજાણી વ્યક્તિને નીરખી રહ્યા ન હોય !

કૌશલ એ નજરને સમજવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ તેના તમામ પ્રયત્નો પાછા પડતા હતા. એ ઢીલા થઈ ગયા હોય તેમ લાગતું હતું. પરંતુ બની શકે તેમાં વયનો સહજ થાક હોઇ શકે તેમ જણાતું ‘ન’ હતું. મનમાં અનેક પ્રકારના વિચારોની કશ્મકશ હરીફાઈ થકવી રહી હતી. કૌશલ જોયા કરતો હતો ઓસરીમાંથી ઊઠીને ઘરમાં આવવાની ચપળતા એમનામાં દેખાઈ રહેલ ન હતી !

તો શું ? કામિની અને એ જશે પછી પણ પિતાજી આમ જ બેસી રહેશે આવા અનેક વિચારો વારંવાર આવીને કનડગત કરી રહ્યા હતા. આટલા વર્ષોમાં એક જ વાર એ વિદેશમાં આવેલ હતા. કામિનીની સુવાવડના સમય હતો તેથી માતા કહેતી હતી. તેમના કહેવાથી માંડ માંડ તૈયાર કર્યા હતા.

એક વખત તો તેમના મુખમાંથી એમ પણ ઉદ્દગાર નીકળેલ કે તું જઈ આવ, સુવાવડના પ્રસંગમાં ત્યાં મારે આવી શું કામ કરવાનું ? હું બીજી વખત દીકરો કે દીકરી જે કાંઈ હશે તેને રમાડવા હું જરૂર આવીશ.

પરંતુ માતા તેમને પૂરી રીતે ક્યાં નહોતા ઓળખતા ? માતા એ રીતસર આગ્રહ નહીં હઠાગ્રહ કરીને બીજી વારની વાત પછી. બીજી વાર પણ તમે દાદા થશો તમને પૌત્ર-પૌત્રીનું મોં જવાનું મન નથી થતું ! ખરેખર તો માતા આમેય પિતાને એકલા મૂકીને આવવાની લગીર પણ ઈચ્છા રાખતા હતા. આમ અંતે આવ્યા ખરા. પરંતુ તેમનો જીવ ક્યાંય તેમનો લાગતો ન હતો.

તે ઓસરીમાં બેસી રહેતા હતા. અઠવાડિયાના અંતે બહાર જવાનો કંઈ કાર્યક્રમ કરેલ હોય તો તે પણ કેટલી વખત તેઓને કારણે મોકૂફ રાખવો પડ્યો હતો. ક્યાંક ધર્મસ્થાને કે જોવાલાયક સ્થળોએ ગયા હોય તો ત્યાં પણ જયું ના જોયું કરે અને ઘરે પરત જવાની ઉતાવળ કરતા હોય, અને થોડા દિવસોમાં તો પાછા પોતાને ગામ દેશમાં જવાની વાત શરૂ કરી દીધી. કહેતા કે ‘આટલી બધી ઠંડી આપણાથી નહીં જીરવી શકાય’.

માતાને તો દીકરો અવતરે તે સરસ રમાડવા જેવો થાય ત્યાં સુધી રહેવાનું પૂરેપૂરું મન હતું અને પિતાને સમજાવવાની અનેક કોશિશ પણ કરેલ હતી. પરંતુ કોઇ અસર તેમના પર ન થઈ. માતા જણાવતા ઘરમાં ક્યાં ઠંડી તમને ખઈ જાય છે તેમ મીઠો છણકો પણ કરતાં, બહાર પણ તમે જતા નથી, ઠંડી ઠંડી કરીને રોજ ઘરમાં તો બેસી રહો છો. આમ અનેક રીતે સમજાવવા છતાં પિતાએ મચક ના આપી અને જણાવ્યું ઘર છે તો પછી ફરી આવવું જ હશે તો ત્યાં નહીં આવી શકાય

કામિનીની સુવાવડ નો પ્રસંગ પૂરો થયે બે માસનો સમય પણ વીતી ગયો કે તરત તે ગામડે દેશમાં જવા રવાના થયા હતા. બસ એ દિવસ અને આજની ઘડી ! પછી ક્યારેય ન આવ્યા તે ન આવ્યા. માતા પણ ન આવી શક્યા, અને કામિનીએ પણ દીકરાને ગામડે દેશમાં લઈ જવાની તત્પરતા ન બતાવી. દીકરો એ સમયાંતરે મોટો થતો ગયો અને જીવન ચક્ર દિવસેને દિવસે ચાલતું થયું.

કૌશલને આ બધું યાદ આવતું હતું. પિતા આવે ત્યારે ગામડે દેશના ઘરની વાત કરતા હતા અને અહીંયા વિદેશમાં ઘર હતું ત્યાં આવ્યા પણ ઓસરીમાં બેસી રહે અને પરત જવાની તેમના મનમાં સતત વાત હતી. કૌશલના મનમાં સતત વિચારો પરિભ્રમણ કરતા રહે કે પિતાને પોતાની સાથે લઈ જવું.

કામિનીને જણાવતાં તેણે કહ્યું આટલા વર્ષોથી જણાવવાં છતાં માનતા નથી. તમે ય અનેક વખત કહ્યું છતાંય તેઓ ન માન્યા તે ન જ માન્યા, અહીંયા આવત તો આપણને પણ રાહત રહેતી.

કામિનીની વાત પણ વ્યાજબી હતી માત્ર સમજવાની જરૂર હતી. તે સમયની વાત અલગ હતી અને હવેની વાત અલગ છે કૌશલને ઘણી વખત થતું હતું કે પિતાએ તેને વિદેશ મોકલવામાં રસ લીધો હતો. આજુબાજુ વડોદરામાં રહેતા તેમના દીકરા વિદેશ જાય તો મારો દીકરો કેમ ન જાય તેવી તેમના મનમાં લાગણી હતી અને તેને કારણે આર્થિક રીતે ઘણી કુરબાની આપી પિતાએ કૌશલને વિદેશની ધરતી પર મોકલ્યો હતો.

દીકરાને ત્યાંથી ગામડે દેશમાં આવ્યા બાદ દિવસો વીતતા હતા તે દરમિયાન અચાનક ઉંમરને કારણે માતાનો દેહવિલય થયો. હવે પિતા એકલા હતા ચાલો હવે એકલા શું કરશો, અમારી સાથે ભેગા રહેશો તો તમને પણ ગમશે. પરંતુ પિતા ટસના મસ ન થયા અને કૌશલ ને એકલાને જ પરત જવું પડેલું. જતાં-જતાં કૌશલે પિતા માટે તેના ફોઈને ત્યાંથી બે સમય જમવાનું અને કામવાળા બેનને રાખીને અને સુવ્યવસ્થિત રાખવાની જવાબદારી સોંપી ગયેલ હતો.

કૌશલ પિતાને થોડા દિવસો બાદ ફરી આવીને કહે કે તમને એકલા હવે મુકાય નહિ, તમે ચાલો અમારી સાથે. તમારે પાસપોર્ટ, વિઝા બધું તૈયાર છે ટીકીટની વ્યવસ્થા કરવાની છે તે હું કરી દઉં ચાલો.

પરંતુ પિતાએ કૌશલને ફિક્કુ સ્મિત વેરીને જણાવ્યું,

‘કૌશલ ભાઈ એમ તું કહે એમ થોડું નીકળી જવાય બેટા ? જવાનું હોય તો તે તાળું વાસવા ચાવીની પણ જરૂર તો પડે ને ભાઇ કૌશલ, ને પિતાના આ પ્રકારના શબ્દો રાહતરૂપ લાગ્યા છતાં પિતાએ કહ્યું તેમાંથી તો સુર હતો કે રીસનો ભાવ હતો તે વાર્તાલાપ જાણી કામિની કાંઈ સમજી શકી ન હતી.

કૌશલે પિતાને પણ તે જ રીતે જવાબ આપ્યો. તો જો જો પાછા ચાવી શોધવામાં અને ચાવી અને તાળું બંને લઈને પરત આવવું ન પડે.

પિતાજી કૌશલ ની વાત સાંભળી ફરી પાછો એ જ તેમનું ફિક્કું સ્મિત વેરીને તેની સામે નજર કરી.

પિતાજીએ પણ ચાવી શોધવામાં બહુ વાર ન કરી. કૌશલ એક દિવસે સવારે ઊઠીને તેના લેપટોપની અંદર ઇનબોક્સમાં પડેલો જાણમાં ન હોય તેવા આઈડી થી આવેલ ઇમેઇલ જોવા મળેલ અને તેમાં લખ્યું હતું….

‘‘ કૌશલ તને જણાવેલ તે મુજબ મને ચાવી મળી ગઇ છે. આપણા વડોદરા પાસેના એક ગામમાં જ સરસ મજાનું વૃદ્ધાશ્રમ જે કહેવા પૂરતું છે પરંતુ ઘણી બધી સુંદર મજાની સગવડો અને તમામ પ્રકારની સવલતો મળી રહે છે એટલે આપણા ઘરનું તાળું વાસી અહીં રહેવા માટે આવી ગયો છું.

અહીંયા બધી પ્રકારની ટેકનોલોજી ની પણ વ્યવસ્થા છે અને જેના દ્ધારા આ મેસેજ તને હું મોકલી રહ્યો છું તને ઠીક લાગે અને જ્યારે સમય મળે ત્યારે આવવાની ઈચ્છા થાય ત્યારે આવી જજે. પૌત્ર લાલો શું કરે છે હવે તો તે પણ ઘણો મોટો થયો હશે? તેને બરાબર તૈયાર તારી જેમ જ તૈયાર કરજે. કાલે ધંધો તેને પણ સંભાળવાનો છે, તેને દાદાની મીઠી યાદ આપજે,’’ કૌશલ આ પ્રકારનો આવેલ ઇમેઇલ જોઈ સૂનમૂન થઈ ગયો અને તેણે કામિનીને રીતસરની મોટી બૂમ પાડીને બોલાવી.

કામિની પણ હાંફરી-ફાંફરી દોડી આવી શું થયું ? શું થયું ? કૌશલે તેના આંખના ઇશારે લેપટોપ માં આવેલ મેસેજ વાંચવા જણાવ્યું કામિનીએ વાંચી તુરત જણાવ્યું મને તો ત્યાં જ તમો બાપ દીકરાના વાર્તાલાપ પરથી જ અણસાર આવી ગયો તો કે પિતા કરશે. તે દિવસે તાળાંની ચાવી ની વાત નહોતી સમજાઇ, તે આજે સમજાઈ ગઈ. પિતાએ પણ સમાજ એમ ન કહે કે સગો દીકરો પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

અને પોતેજ પોતાની રીતે તાળું અને ચાવી શોધીને તાળું મારીને પોતાની ઇચ્છાનુસાર રસ્તો કરી લીધો.

– દિપક ચિટણીસ (ડીએમસી) [email protected]


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.