તાળી એક હાથથી નથી પડતી: અવિનાશ સચદેવ
મુંબઈ, એક દિવસ પહેલા, પલક પુરસવાનીએ અવિનાશ સચદેવ સાથેના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી. કપલે થોડા મહિના પહેલા ચાર વર્ષના રિલેશનશિપ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. હકીકતમાં, જાન્યુઆરી ૨૦૨૧માં બંનેની રોકા સેરેમની પણ થઈ હતી. બ્રેકઅપ વિશે વાત કરતા પલકે કહ્યું હતું કે, ‘હું વિગતવાર વાત કરવા નથી માગતી કારણ કે, અમે જે ચાર વર્ષ સાથે પસાર કર્યા તેને માન આપુ છું. હું માત્ર એટલું જ જાણું છું કે, હું અત્યારે સારી જગ્યાએ છું.
મેં તેને એ બાબત માટે માફ કરી દીધી છે જેના માટે તેણે ક્યારેય માફી માગી જ નહોતી. હવે, અવિનાશ સચદેવે આ વિશે વાત કરી છે. વાતચીતમાં, તેણે કહ્યું હતું કે હવે આ ટોપિક જૂનો થઈ ગયો છે. હું સંપૂર્ણ રીતે આગળ વધી ગયો છું અને હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. જે હોય તે, તેણે જે કહ્યું તેના પર હું ટિપ્પણી કરવા માગતો નથી.
આ તેનો દ્રષ્ટિકોણ છે, જે કંઈ થાય છે તે બંને પક્ષથી થાય છે. તાળી એક હાથથી પડતી નથી. અમે સાથે જે સુંદર સમય પસાર કર્યો તેને હું માન આપુ છું અને હું તેનો તેમજ તેના પરિવારનો આદર કરું છું, જે ક્યારેય જશે નહીં. તેથી, હા જે કંઈ થયું તે અમારા બંને માટે સારું થયું. તેણે ઉમેર્યું હતું કે, ટોક્સિક સંબંધો ક્યારેય સારા હોતા નથી.
પાર્ટનર સાથેનો રોમેન્ટિક સંબંધ હોય કે અન્ય કોઈ બોન્ડ, તે ક્યારેય સારો ન હોઈ શકે. સ્પષ્ટ રીતે, બંને વચ્ચેના સંબંધો કડવાશ સાથે ખતમ થયા હતા. બ્રેકઅપનો સામનો કરવો ક્યારેય સરળ હોતો નથી અને વ્યક્તિને જીવનમાં કડવાશથી ભરેલા બનાવી દે છે. જાે કે, અવિનાશ અને પલક ખુશ છે કે તેઓ આગળ વધી ગયા છે.
પલકે કહ્યું હતું કે, ‘જે કંઈ હતું તેનો મેં સ્વીકાર કરી લીધો હતો અને આગળ વધી ગઈ હતી. મને તે સમજાયું કે, કેટલાક લોકો તમારા ભાગ્યનો ભાગ હોતા નથી અને તેઓ ઈતિહાસ બની જાય છે. મારું સંપૂર્ણ ધ્યાન સ્વપ્રેમ, કરિયર અને પરિવાર પર છે’. જાન્યુઆરી, ૨૦૨૧માં મુંબઈમાં પલક પુરસવાની અને અવિનાશ સચદેવની રોકા સેરેમની થઈ હતી, જ્યાં તેમણે તેમના નવા વેન્ચરની પણ જાહેરાત કરી હતી. જે બાદ બંનેના સંબંધોમાં અ઼ડચણ આવી હતી. પલકે સોશિયલ મીડિયા પરથી અવિનાશ સાથેની તસવીરો હટાવી દીધી છે જ્યારે અવિનાશે તેમ કર્યું નથી.SSS