તાવિ પર્સનલ કેર પ્રોડક્ટ રેન્જને ફ્લિપકાર્ટ અને મિન્ત્રા પર રજૂ કરે છે
આ નવી રેન્જ બ્યુટી અને હેલ્થ માટે કુદરતી પ્રસાધનોની શક્તિને બહાર લાવશે -આ પ્રોડક્ટ લાઈન-અપમાં ‘ટ્રુલી નેચરલ’, ‘સેફ એન્ડ રિયલ’ હેર ક્લિન્ઝર, હેર કંડિશનર તથા ફેસવોશનો સમાવેશ થાય છે
બેંગ્લુરુ- તાવિ, મિન્ત્રાની મલ્ટિ-કલ્ચર લાઈફસ્ટાઇલ બ્રાન્ડ, જે પરંપરાગત ભારતીય ટેક્સટાઈલ ક્રાફ્ટ્સની સાથે આધુનિક ફેશન સેન્સિબિલિટીનું મિશ્રણ છે, જે હવે પર્સનલ કેર પ્રોડક્ટ શ્રેણીમાં પ્રવેશે છે. મિન્ત્રા અને ફ્લિપકાર્ટએ સાથે મળીને હેર ક્લિન્ઝર, હેર કંડિશનર અને ફેસવોશની શ્રેણીને સંયુક્ત રીતે તાવિ બ્રાન્ડ હેઠળ તૈયાર કર્યા છે, જેને પરંપરાગત રીતે તૈયાર કરીને આધુનિક ગ્રાહકો માટે વધુ સંબંધિત બનાવે છે, જે તેમના પુનઃરુત્થાન પર કેન્દ્રિત છે.
આ પ્રયત્નને આગળ વધારતા, આ નવી રજૂ થયેલી પર્સનલ કેરની રેન્જ ખરેખર કુદરતી છે, જેમાં પરંપરાગત ભારતના ફોર્મ્યુલાની સાથે કેટલાક આધુનિક વણાંક પણ છે. આ પ્રોડક્ટ્સને ખાદી ઉદ્યોગ અને નાના- પાયાના એન્ટરપ્રાઇઝીસ જેમાં ભારતની હજારો ગ્રામ્ય મહિલાઓ અને સ્થાનિક કમ્યુનિટી કામ કરે છે, તેની સાથે સંયોજનમાં તૈયાર કરવામમાં આવ્યું છે, જે તેને ખરેખર ભારતીય મૂળનું બનાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી, ગ્રાહકોની પસંદગી કુદરતી કે ઓર્ગેનિક ત્વચાની કાળજી તરફ વળી રહી છે. તાજેતરના એસોચેમના અહેવાલ અનુસાર 2035 સુધીમાં ભારતીય પર્સનલ કેર માર્કેટ 20 બિલિયન ડોલરને સ્પર્શશે, જે નિકાલજોગ આવક અને વધતી આકાંક્ષોને આધિન હશે. ગ્રાહકો હવે, ‘મેડ-ઇન-ઇન્ડિયા’ પર વધુ વિશ્વાસ મુકી રહ્યા છે, જે તેમને એક કુદરતી, કેમિકલમુક્ત પ્રોડક્ટનો અનુભવ કરાવે.
આ વધતી જતી માંગને ધ્યાને રાખીને, તાવિ, કુદરતી પ્રોડક્ટ્સની પર્સનલ કેર રેન્જ તૈયાર કરવામાં આવી છે, જેમાં છોડના અર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે આધુનિક્તાની સાથે પરંપરાગત સામગ્રી ભૃંગરાજ, પપૈયા, કુંવરપાઠું, અરીઠા, શિકાકાઈ, આમલા, નાળિયેલ તેલ અને ઉબટન સહિતની અન્યનો સમાવેશ થાય છે, જેનો ભારતમાં સદીયોંથી ઉપયોગમાં લેવામાં આવે છે.
તાવિની પર્સનલ કેર પ્રોડક્ટ રેન્જએ એક ખરેખર કુદરતી, સાત્વિક અને સલામતીની સાથે આવે છે, ઉદાહરણ તરીકે, ‘નેટ્રીઅલ™’ અને તે ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તા અને વિશ્વસનિય પ્રોડક્ટ્સની ખાતરી આપે છે, જેમાં ફ્લિપકાર્ટ અને મિન્ત્રા જેવી સ્થાનિક ઇ-કોમર્સ કંપનીની અધિકૃતતાનો પણ સમાવેશ થાય છે.
તાવિની નવી રેન્જની રજૂઆત અંગે, મનિષ કુમાર, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ- બીજીએમએચ, ફર્નિચર અને ગ્રોસરી ફ્લિપકાર્ટ ખાતે, કહે છે, “હાલમાં સંપૂર્ણ અને કુદરતી પર્સનલ કેર પ્રોડક્ટની માંગ વધી રહી છે- ફ્લિપકાર્ટ પ્લેટફોર્મ પર ગ્રાહકોની ખરીદી પરથી અમે પણ તેના સાક્ષી બન્યા છીએ. ત્યારે અમારો સતત પ્રયત્ન હોય છે કે, ગ્રાહકોની સામે એવી પ્રોડક્ટ લાવીએ જે બજારમાં રહેલી જરૂરિયાતની જગ્યાને પૂરી શકે.
મિન્ત્રાની સાથે સંયોજનમાં તાવિની કુદરીત પર્સનલ કેર રેન્જની રજૂઆતએ અમારા માટે આ પ્રકારની ખાલી જગ્યા પૂરવાની તથા અધિકૃત ભારતીય પ્રોડક્ટને રજૂ કરવાની એક તક છે. આ પ્રોડક્ટએ ભારતના જૂના વારસાથી પ્રેરિત છે, પરંતુ તેમાં આધુનિક જીવનધોરણ અનુસાર પરંપરાગત સ્પર્શ પણ આપવામાં આવ્યો છે. તાવિ પર્સનલ કેર કલેક્શન દેશના સ્થાનિક પ્રોડક્ટ માટેન અવાજને વેગ આપશે અને આ પ્રોડક્ટની ગુણવત્તા જ બોલશે.”
નિશાંત પ્રસાદ, સિનિયર ડિરેક્ટર, મિન્ત્રા ફેશન બ્રાન્ડ ઉમેરે છે, “એક બ્રાન્ડ તરીકે તાવિએ ટૂંકા ગાળામાં ઘણી આગળ વધી ગઈ છે અને તેને ખરીદકર્તાઓમાં પોતાની જાતે જ એક સિમાચિન્હ નક્કી કર્યું છે અને આપણા દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાને આદર આપે છે. આજે, તે એક બ્રાન્ડથી વિશેષ છે અને જે સદિયોંથી આપણા રાષ્ટ્રનું પ્રતિબિંબ છે, તેવી પરંપરાગત કળા અને કારીગીરીને આગળ વધારવા તરફ પ્રતિબદ્ધ છે.
તાવિનો કુદરીત પર્સનલ કેર પ્રોડક્ટમાં પ્રવેશથી બ્યુટી અને પર્સનલ કેરમાં મિન્ત્રાના સ્થાનને વધુ મજબુત બનાવવાનું એક મહત્વનું પગલું છે, જે કરોડો ગ્રાહકોને ખરેખર કુદરતી ‘મેડ ઇન ઇન્ડિયા’ બ્યુટી પ્રોડક્ટ્સ ઓફર કરે છે. આ પહેલ ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ ઓફર કરશે એટલું જ નથી, પરંતુ તે વિશ્વકક્ષાની પ્રોડક્ટને રજૂ કરવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડતી ઇકો-સિસ્ટમને પણ વેગ આપશે.”
મિન્ત્રા અને ફ્લિપકાર્ટનો સતત પ્રયત્ન છે કે, તે સમગ્ર દેશના ગ્રાહકોની અલગ જ જરૂરિયાતના પ્રોડક્ટ પોર્ટફોલિયો તૈયાર કરશે, આ પ્રોડક્ટ ભારત માટે અને ભારત દ્વારા જ બનેલી હશે. આ પોર્ટફોલિયોમાં ઉમેરો એ છે કે, તાવિની પર્સનલ કેર રેન્જએ સલામતીની ખાતરી માટે ડર્મેટોલોજિકલી પ્રમાણિત છે અને તે છોડના અર્કનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે તથા તેમાં કોઈપણ પ્રકારના નુક્શાનકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
2018માં રજૂ થયેલી, તાવિએ સમગ્ર દેશના એક કરતા વધારે રાજ્યોના સ્થાનિક કલાકારોની સાથે કામ કરે છે, જે સીધા કે કોઈ એનજીઓ સાથે જોડાયેલા છે. હાલમાં તેને 8 એનજીઓ સાથે સંયોજન કર્યું છે, જેનાથી તે વધુ 15000 કલાકારોને સપોર્ટ કરશે. રૂ.1200થી 1400ની વચ્ચેની સરેરાશ વેચાણ કિંમતની સાથે આ બ્રાન્ડએ મહિલાઓ અને પુરુષો માટે કપડા અને ફૂટવેરમાં 800થી વધુ વિકલ્પ આપે છે.
મોટાભાગની મહિલાઓની રેન્જમાં હેન્ડબ્લોક પ્રિન્ટ્સ અને હેન્ડલૂમ ફેબ્રિક ગાર્મેન્ટ, જેવા કે, કુર્તા, ડ્રેસીસ, સ્કર્ટ, સલવાર-કમીઝ- દુપટ્ટા અને ટોપનો સમાવેશ થાય છે, જ્યારે પુરુષની રેન્જમાં શર્ટ્સ અને કુર્તાનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડએ 2021માં બેગ્સ, હોમ અને સાડીઓમાં પણ પ્રવેશવા વિચારી રહી છે.