Western Times News

Gujarati News

તા.ર૪મીએ અમદાવાદ નો ફલાય ઝોન જાહેર

(પ્રતિનિધિ) અમદાવાદ: ચીનના પ્રમુખ જિનપીંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત અમદાવાદમાં યોજાઈ હતી ત્યારબાદ ફરી એક વખત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ઐતિહાસિક મુલાકાતનું સાક્ષી અમદાવાદ બની રહયું છે અને તેની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે અમેરિકાથી આવી પહોંચેલા સ્થાનીક સુરક્ષા એજન્સીના અધિકારીઓ સવારથી જ તમામ વસ્તુઓનું નિરીક્ષણ કરી રહયા છે

ત્યારે તા.ર૪મીએ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત દરમિયાન અમદાવાદને નો ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આ દિવસે અમદાવાદના એરપોર્ટ પર આવતી ૧૦૦ ફલાઈટોને રદ્દ કરવા અથવા તો ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શહેરભરમાં રાત્રિ દરમિયાન વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મોદીના આમંત્રણનું સ્વીકાર કરી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની બે દિવસની મુલાકાતે આવી રહયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સૌ પ્રથમ અમેરિકાથી સીધા જ અમદાવાદ આવવાના છે અને અમદાવાદ એરપોર્ટ પર સૌ પ્રથમવાર એરફોર્સ-૧ પ્લેન લેન્ડ થવાનું છે

એરપોર્ટ પર તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે એરફોર્સ-૧ ની સાથે સાથે અમેરિકન સુરક્ષા એજન્સીના અન્ય પ્લેનો પણ આવી પહોંચવાના છે જેના પગલે અમદાવાદ એરપોર્ટને હાઈ સિકયુરીટી ઝોનમાં મુકી દેવામાં આવ્યું છે જાકે અમદાવાદ એરપોર્ટની સુરક્ષાની વ્યવસ્થા સ્થાનિક કમાન્ડો ઉપરાંત અમેરિકાની સુરક્ષા એજન્સીઓ પણ કરવાની છે. ર૪મીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી સીધા જ અમદાવાદ આવી પહોંચે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત  રહેવાના છે અને અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા જ ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમ જવાના છે

જાકે આ દરમિયાન લાંબો રોડ શો પણ યોજાવાનો છે જેને લઈ આ તમામ રસ્તાઓ ઉપર બેરીકેટ લગાડી દેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનું રોડ શો દરમિયાન ઠેરઠેર સ્વાગત કરવામાં આવનાર છે ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થા માટે વિશિષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટથી લઈ ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં ખાસ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ અમદાવાદ એરપોર્ટ પર વિશિષ્ટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

ડોનાલ્ડ ટ્રમ્પ પર હવાઈ હુમલો ન થાય તે માટે તા.ર૪મીએ અમદાવાદને નો ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે જેના પગલે અમદાવાદ એરપોર્ટ પર એક પણ ખાનગી પ્રવાસી વિમાન લેન્ડ કરી શકશે નહી તથા અમદાવાદ ઉપરથી પ્લેન પણ ઉડી શકશે નહીં. અમદાવાદ એરપોર્ટ પર તા.ર૪મીએ ઉપડનારા તથા ટેક ઓફ થનારા ૧૦૦ જેટલા પ્લેનોને રદ કરવા ઉપરાંત ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. કેટલાક પ્લેનો બરોડા ડાયવર્ટ કરાયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પૂર્વે એક પછી એક સુરક્ષા માટેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થાય ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરવામાં આવનાર છે અને અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન મોદી જાતે પોર્ટોકોલનો ભંગ કરીને ઉપÂસ્થત રહેશે તેવુ મનાઈ રહયું છે. વડાપ્રધાન મોદીની સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પણ ખાસ પ્રતિનિધિ મંડળો આવવાના છે અને અમદાવાદથી દિલ્હી પહોંચ્યા બાદ દિલ્હીમાં ભારતના દેશના પ્રતિનિધિઓ અને અમેરિકાના પ્રતિનિધિઓ વચ્ચે ખાસ બેઠકો યોજાવાની છે અને તેમાં કેટલાક મહત્વપૂર્ણ કરારો કરવામાં આવશે તેવું જાણવા મળી રહયું છે.

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ રિવરફ્રંટનો પણ નજારો માણે તેવી શકયતા છે જેના પગલે સમગ્ર સાબરમતી નદીમાં અમેરિકા અને ભારતીય નવ સૈનાના ખાસ કમાન્ડો સવારથી જ પેટ્રોલીંગ કરવાના છે અને અત્યંત આધુનિક  શસ્ત્રો સાથે નદીમાં તૈનાત કરવામાં આવનાર છે. અમેરિકાની સિકરેટ એજન્સીના અધિકારીઓ હાલમાં અમદાવાદ આવી પહોંચ્યા છે ત્યારે ભારતીય અધિકારીઓની સાથે રહી તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહયા છે અને ખાસ કરીને મોટેરા સ્ટેડિયમમાં બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.