તા.૧૬મી ઓક્ટોબરે ધરમપુર ખાતે કિસાન દિવસની ઉજવણી કરાશે
વલસાડઃ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બ્રાહ્મણ પંચની વાડીમાં તા.૧૬/૧૦/૧૯ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે લીડ બેંક- બેંક ઓફ બરોડા, વલસાડ દ્વારા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દરમિયાન ક્રેડિટ અને મેગા ક્રેડિટ કેમ્પ યોજવાની સાથે ભારતની અર્થવ્યવસ્થામાં ખેડૂતોની ભૂમિકા વિકાસ ઉપર ચર્ચા, બેંક ઓફ બરોડાના સંરક્ષકો, ખેડૂતોનું સન્માન, સ્વીકૃતિપત્ર તેમજ ચેક વિતરણ પણ કરાશે. આ અવસરે ખેડૂતમિત્રોને મોટી સંખ્યામાં હાજર રહેવા બેંક ઓફ બરોડા, વલસાડના એરીયા મેનેજર (એગ્રી.) દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.